Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

કોઇપણ સ્ફોટક કે શરીરને ઇજા કરી શકાય તેવા હથિયારો સાથે રાખવા ઉપર પ્રતિબંધ

એડી. કલેકટર શ્રી પંડયાનું રાજકોટ જીલ્લા માટે જાહેરનામું

રાજકોટ તા ૫ : આકટોબર માસમાં રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નવરાત્રી, દશેરા, (વિજયાદશમી),શ્રી સરદાર પટેલ જયંતી વિગેરે જેવા તહેવારો તેમજ વિવિધ રાજકીય પક્ષ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવે છે. જે ધ્યાને લેતાં આ સમય દરમ્યાન રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે એડી. કલેકટરશ્રી પી.બી. પંડયા એ પોલીસ અધિનીયમની કલમ-૭૭(૧) થી મળેલ સતાની રૂએ વિસ્તારમાં તા. ૧-૧૦-૨૦૧૮ થી ૩૧-૧૦-૨૦૧૮ સુધી જાહેરનામું ફરમાવ્યું છે.આ જાહેરનામા માં (૧) હથિયાર, તલવાર,ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો જેવા કે શારિરીક ઇજાકરી શકાય તે સાથે રાખી ફરવાનું પ્રતિબંધ (ર) કોઇપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્ગ લઇ જવાની (૩) પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાંખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની, તથા કોઇ સરઘસમાં જલતી અથવા પેટાવલી મશાલો લઇ જવાની મનાઇ કરાઇ છે.

આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનારને સને ૧૯૫૧ ના ગુજરાત પોલિસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે તેમ પણ ઉમેરાયું છે. (૩.૯)

(4:17 pm IST)