Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

આંબેડકરનગરમાં જૂગાર રમતાં પાંચને થોરાળા પોલીસે પકડ્યા

રાજકોટ તા. ૫: થોરાળાના આંબેડકરનગર-૩માં જાહેરમાં જૂગાર રમતાં પાંચ શખ્સોને પોલીસે પકડી લીધા હતાં.

પીએસઆઇ જાદવ, એએસઆઇ જે. કે. જાડેજા, પૃથ્વીરાજસિંહ, ભુપતભાઇ, કનુભાઇ, ધમભા સહિતના ટાફે દરોડો પાડી મહેશ અમરાભાઇ મુછડીયા (ઉ.૩૦), હરેશ ભીમજીભાઇ ધાંધલ (ઉ.૧૯), મનજી ગોરાભાઇ મકવાણા (ઉ.૬૧), ગોરા નાજાભાઇ મકવાણા (ઉ.૪૨) અને રામ અધાભાઇ મકવાણા (ઉ.૬૩)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૮૧૦૦ની રોકડ કબ્જે લીધી હતી. (૧૪.૯)

(4:15 pm IST)