Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ચિલઝડપકાર અને બુટલેગરને પાસામાં ધકેલી દેતાં પોલીસ કમિશ્નર અગ્રવાલ

અજય ઉર્ફ અજલો અને સંજય ઉર્ફ શૈલેષને વડોદરા જેલમાં મોકલી દેવાયા

રાજકોટ તા. ૫: પોલીસકમિશ્નરે વધુ બે શખ્સને પાસા તળે જેલમાં ધકેલ્યા છે. આ બંને ચિલઝડપ અને દારૂના ગુનામાં સંડોવાયેલા હતાં.મનહરપરા મેઇન રોડ પર રહેતાં અજય ઉર્ફ અજલો મનુભાઇ સોલંકી (ઉ.૨૦)ને અને દેવપરા મહાત્મા ગાંધી સોસાયટી-૧માં રહેતાં સંજય ઉર્ફ શૈલેષ ગોવિંદભાઇ સિંધવ (ઉ.૩૫)ને વડોદરા જેલહવાલે કરાયા છે. અજલા વિરૂધ્ધ ચિલઝડપના ગુના નોંધાયા હતાં અને સંજય વિરૂધ્ધ દારૂના ગુના દાખલ થયા હતાં. આ બંનેને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજૂર કરી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વોરન્ટ ઇશ્યુ કરતાં ભકિપનગર પોલીસે વોરન્ટની બજવણી કરી છે.આ કામગીરીમાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ એમ. બી. જાડેજા, ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી તથા સ્ટાફ અને પીસીબીના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ વી. જે. જાડેજા, હેડકોન્સ. શૈલેષભાઇ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ, અશ્વિનગીરી સહિતના જોડાયા હતાં.

(4:15 pm IST)