Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

બે બહેનના એકના એક ભાઇ કડવા પટેલ યુવાનનું બેભાન હાલતમાં મોત

ગોંડલ રોડ પરિન પાછળ આવકાર એપાર્ટમેન્ટમાં બનાવ

રાજકોટ તા. ૫: ગોંડલ રોડ પર પરિન ફર્નિચર પાછળ આવકાર એપાર્ટમેન્ટમાં રહેતાં કડવા પટેલ યુવાન જીતેન્દ્રભાઇ પરષોત્તમભાઇ ફળદુ (ઉ.૩૫)ને બપોરે ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર બે બહેનના એકના એક નાના ભાઇ હતાં. સંતાનમાં એક પુત્રી છે. પોતે જમીન-મકાન લે-વેંચનું કામ કરતાં હતાં અને મુળ કુતિયાણાના મહોબતપરાના હતાં. આધારસ્તંભના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. બ્રેઇન સ્ટ્રોકથી મૃત્યુ થયાનું તેમના સ્વજને જણાવ્યું હતું.

(4:15 pm IST)