Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

આર્મસ એકટના ગુનામાં આરોપીની રીમાન્ડ નામંજુર : જામીન અરજી મંજુર

 રાજકોટ તા ૫ :  આર્મસ એકટના ગુન્હા માં આરોપીની રીમાન્ડ અરજી નામંજુર કરી જામીન અરજી ને કોર્ટે મંજુર કરી હતી.

આ બનાવની ટૂંક હકીકત એવી છે કે ગત તા. ૪-૧૦-૨૦૧૮ ના રોજ રાજકોટ શહેર ના ડીસીબી પોલીસ સ્ટેશન માં વઘાસીયા ગામના (તા. વાંકાનેર-જી. મોરબી) વતની જાલાભાઇ શેલાભાઇ બાંભવા (ભરવાડ) તથા અન્યો વિરૂધ્ધ આર્મસ એકટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો, જે ગુન્હાના કામે ચીફ જયુડી. મેજી. શ્રી પી.એન. દવે સાહેબે આરોપીની રીમાન્ડ અરજી નામંજુર કરેલ અને જામીન અરજી મંજુર કરતો હુકમ તા. ૪-૧૦-૨૦૧૮ નારોજ ફરમાવેલ હતો.

વાંકાનેર તાલુકા ના વઘાસીયા ગામના વતની જાલાભાઇ સેલાભાઇ બાંભવા (ભરવાડ) તથા અન્યો વિરૂધ્ધ કેજેઓ દેશી બનાવટની ૪ નંગ પીસ્તલ તથા ૧૫ નંગ જેટલા જીવતા કાર્ટીઝ મળી આવેલ જે આરોપીઓ ને ડીસીબી પોલીસે ચોક્કસ બાતમી ને આધારે માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ બગીચા પાસેથી અટક કરેલ હતા અને અટક કરી ચીફ કોર્ટમાં ૫ દિવસ ના રીમાન્ડ ની માંગણી સાથે આરોપીઓને કોર્ટમાંરજુ કરેલ જે રીમાન્ડ અરજીની સુનાવણી વખતે આરોપી જાલાભાઇ સેલાભાઇ બાંભવા ના એડવોકેટ શ્રી સંજય એમ. પંડિત ની ધારદાર દલીલો ગ્રાહય રાખી રીમાન્ડ અરજી નામંજુર કરેલ હતી અને આરોપી નેરૂા ૨૦ હજાર ના જામીન ઉપર મુકત કરતો ચીફ જયુડી. મેજી.(ફક) સાહેર શ્રી પી.એન.દવે એ હુકમ ફરમાવેલ હતો.

આ કામે આરોપી વતી એડવોકેટ સંજય પંડિત, બલરામ પંડિત, રિધ્ધિબેન રાજા, મીતેષ ચાનપુરા રોકાયેલ હતા (૩.૮)

(4:14 pm IST)