Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

હરિ ધવા માર્ગ પરના રામ પાર્કમાં ભોં ટાંકામાં પડી જતાં ૧૧ વર્ષના રાજના પ્રાણ નીકળી ગયા

માતાને લાડકવાયો જોવા મળતાં શોધખોળ કરતાં પાર્કિંગના ટાંકામાંથી બેભાન મળ્યોઃ હોસ્પિટલે ખસેડાયો પણ મોડુ થઇ ગયું: લુહાર પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૫: હરિ ધવા માર્ગ પર આવેલા રામ પાર્કમાં ૧૧ વર્ષનો બાળક પાર્કિંગમાં આવેલા ભોં ટાંકામાં પડી જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ રામ પાર્કમાં રહેતાં અને ટ્રેડિંગનું કામ કરતાં જીગરભાઇ જેન્તીભાઇ પરમારનો પુત્ર રાજ (ઉ.વ.૧૧) સવારે સાડા અગિયારેક વાગ્યે ભોં ટાંકામાં પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. સવારે રાજ પાર્કિંગમાં રમવા ગયો હતો. જે લાંબો સમય સુધી પરત ન આવતાં માતા અલ્પાબેન તેને શોધવા નીકળ્યા હતાં. પરંતુ કયાંય જોવા ન મળતાં બીજા લોકો સાથે મળી શોધખોળ કરી હતી. દરમિયાન પાર્કિંગમાં આવેલા ભોં ટાંકામાં તપાસ કરતાં રાજ તેમાં જોવા મળતાં બધા ચોંકી ગયા હતાં. બેભાન હાલતમાં તેને હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં મોડુ થઇ ગયું હતું.

મૃત્યુ પામનાર રાજ એક બહેનથી મોટો હતો. નાની બહેનનું નામ ખુશી છે. રાજ અગાઉ પડી ગયો હોઇ માથામાં ઇજા થતાં થોડી માનસિક તકલીફ હતી. તે પ્લે હાઉસમાં ભણતો હતો. લાડકવાયાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૧૧)

(4:12 pm IST)