Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

પેરોલ રજા પરથી ફરાર રમેશ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડાયો

રાજકોટ : પોલીસ કમિશ્નર મનોજ અગ્રાવલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રી તથા ડીસીપી રવિમોહન સૈનીએ જેલમાંથી ફરાર આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ બી.કે. ખાચર, હેડ કોન્સ. બાદલભાઇ, બકુલભાઇ, ધર્મેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, ધીરેનભાઇ, કિશોરદાન, મોહમ્મદ  અઝરૂદીનભાઇ ખુમારી, જયદેવભાઇ સહિત પેટ્રોલીગમાં હતાં ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે પહોંચતા હેડ કોન્સ. બાદલભાઇ દવે અને બકુલભાઇ વાઘેલાને મળેલી બાતીમના આધારે છેલ્લા છ માસથી પેરોલ રજા પરથી ફરાર આરોપી રમેશ નરશીભાઇ ચાવડાને પકડી લીધો હતો. રમેશ અઢાર વર્ષ પહેલા રેલ્વે પોલીસ મથક વિસ્તારમાં થયેલી હત્યાના ગુન્હામાં પકડાયો હતો. આ કેસ એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતા તેને આજીવન કેદની સજા પડી હતી. બાદ છ માસ પહેલા નામદાર ગુજરાત હાઇકોર્ટે તેને બે દિવસની પેરોલ રજા મંજૂર કરી હતી. બાદ રમેશને તા. ૩૧/૪ના રોજ જેલમાં હાજર થવાનું હોઇ જે હાજર ન થતા તે ફરાર થઇ ગયો હતો. પેરોલ ફરલો સ્કવોર્ડે તેને પકડી રાજકોટ જીલ્લા જેલમાં સોંપ્યો હતો. (૮.૧૬)

(4:12 pm IST)