Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

તબલાના તાલે... ઢોલના ધબકારે પ્રાચીન રાસ ગરબીમાં તાલીમની રમઝટ

રાજકોટઃ આસો નવરાત્રીના આગમનના ઢોલ ઢબુકે છે. પ્રાચીન ગરબી મંડળની બાળાઓ અવનવા કલાત્મક રાસની તાલીમ તબલાના તાલે, ઢોલના ધબકારે, સુરના સથવારે મોડે સુધી તાલીમ લે છે. શ્રી બજરંગ મિત્ર મંડળ આયોજીત નવરાત્રી મહોત્સવમાં મવડી ચોકડી, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે શ્રી બજરંગ મિત્ર મંડળ આયોજીત નવરાત્રી મહોત્સવની ભાવભીની ઉજવણી છેલ્લા ૧૦ વર્ષથી કરવામાં આવે છે. ગરબી મંડળની બાળાઓનો સળગતી ઇંઢોણી રાસ, ગાગર રાસ, અંબે માંની ચુંદડી રાસ, નગર મે જોગી આયા જેવા રાસે નવરાત્રી દરમિયાન ભારે આકર્ષણ જમાવે છે જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. આ આયોજનને દિપાવવા યુવરાજસિંહ ઝાલા, ધિરજભાઇ સિંધવ, હરેશભાઇ શીયાણી, રાહુલભાઇ લાલકીયા, શૈલેષભાઇ ભડીંગજી, યોગરાજસિંહ ગોહીલ, લલીતભાઇ ગોહેલ, સાગરભાઇ, ભૌતીકભાઇ વેગડ, મુકેશભાઇ, રાજભાઇ પટેલ સહીતના જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૯)

(4:11 pm IST)