Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ પર ભારે દુવિધા

જયાંથી લાંબા અંતરની ટ્રેનો ઉપડે ત્યાં જ સેડ નથી, બાકડા નથી, લાઇટ પંખા નથી * દુરન્તો, અર્નાકુલમ, જબલપુર, સીકન્દરાબાદ જેવી ટ્રેઇનોને પ્લેટ ફોર્મ નં. ર અને ૩ પર ઉભી રખાતા મુસાફરોને પારાવાર પરેશાની * કામચલાઉ પાર્કીંગની અમલવારી કરાવો * આગામી ડીઆરયુસીસી બેઠકમાં ચર્ચા માટે એજન્ડા સુપ્રત કરતા રમાબેન માવાણી

રાજકોટ તા. ૫ : આગામી તા. ૧૦ ના ડીઆરયુસીસીની બેઠક મળી રહી છે ત્યારે ચર્ચા માટે વિવિધ મુદ્દાઓ સાથેનો એજન્ડા રમાબેન માવાણીએ રેલ્વે ડીઆરએમ શ્રી નિનાવેજીને સુપ્રત કરેલ છે.

જેમાં તેઓએ જણાવેલ છે કે રાજકોટથી પસાર થતી લાંબા રૂટની ટ્રેઇનો પ્લેટ ફોર્મ નં.૧ ઉપરથી ઉપડે છે પરંતુ એ સમયે રેલ્વેના એ.સી. કોચની જગ્યાએ સેડ નથી હોતા, બાકડાઓ નથી, લાઇટ પંખાની સુવિધા પણ નથી. કાચો રોડ છે. પેસેન્જરોને પારાવાર પરેશાની ભોગવવી પડે છે.

 એજ રીતે એકસપ્રેસ ડાઉન ટ્રેઇનો જેવી કે મુંબઇ દુરન્તો, અર્નાકુલમ ઓખા, જબલપુર સોમનાથ, સીકંદરાબાજ જેવી ટ્રેઇનોને પ્લટે ફોર્મ નં. ૧ ઉપર ઉભી રાખવાને બદલે પ્લેટ ફોર્મ નં. ર અને ૩ ઉપર ઉભી રખાતા મુસાફરોને સીડી ચડીને લાંબી મજલ કાપવી પડે છે. લીફટ કાયમી ધોરણે બંધ હોય છે. પ્લેટ ફોર્મ નં. ૧ ખાલી હોવા છતા આ એકસપ્રેસ ટ્રેઇનોને શા માટે પ્લેટ ફોર્મ નં. ૨ અને ૩ ફાળવવામાં આવે છે. આ બાબતે યોગ્ય થવુ જરૂરી છે.

નાગરીકો રેલ્વે સ્ટેશનની અંદર પ્રવેશે ત્યારે પાર્કીંગ ઝોન સીવાયની જગ્યામાં સાઇકલ કે ટુ વ્હીલર વિનામુલ્યે ઉભા રાખવાનો રેલ્વે મુસાફરોને અધિકાર આપેલ છે. આમ છતા દાદાગીરી અને ગાળાગાળી કરી નાગરીકોને ધાક ધમકી આપી પાર્કીંગ કોન્ટ્રાકટરો પૈસા વસુલી લેતા હોવાની કાયમી ફરીયાદો રહે છે. મુસાફરોના હીતમાં જાહેર સુચનાનું બોર્ડ મુકી મુસાફરોને લુંટાતા બચાવવા જોઇએ.

લાંબા રૂટની રાજકોટથી પસાર થતી ટ્રેઇનોમાં નવરાત્રી-દીવાળીના વેકેશન પહેલા દરેક કલાસમાં વેઇટીંગ લાંબુ આવતુ હોય વધારાના ડબ્બા જોડવા, વધારાની ટ્રેઇનો દોડાવવા તેમજ મંથલી પાસ ધારકોને રાજકોટ પોરબંદર અને રાજકોટ વેરાવળ ટ્રેઇનો ખાલી જતી હોવા છતા પ્રવેશ નહી આપવાની પ્રથામાં ફેરફાર કરવા તેમજ રેલ્વે સ્ટેશનની સામેના ભાગે હોટલ ધારકોએ કરી લીધેલ દબાણ દુર કરાવવા તેમજ ઓટો રીક્ષાધારકોની દાદાગીર કંટ્રોલ કરવા પોલીસ બંદોબસ્ત મુકવા પૂર્વ સાંસદ અને ડીઆરયુસીસી મેમ્બર શ્રીમતી રમાબેન માવાણી (મો.૯૪૨૬૨ ૦૧૬૧૧) એ સુચનો કરેલ છે. (૧૬.૩)

(4:09 pm IST)