Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ફોર્ડ દ્વારા ''ન્યુ એસ્પાયર'' લોન્ચઃ પ વર્ષની વોરન્ટીઃ અનેકવિધ ખુબીઓઃ સાણંદ ફેકટરીમાં બનેલી છે

બુકિંગ શરૃઃ પેટ્રોલ-ડિઝલ બંને વેરીયન્ટમાં: સાત રંગઃ પ પ્રકારઃ સુરક્ષાના નવા ફીચર્સઃ પત્રકારોને કારની માહિતી આપતા જનરલ મેનેજર અનુજ ત્યાગી

રાજકોટ તા. પઃ ફોર્ડ દ્વારા આજે તેની સાણંદમાં બનેલી ''ન્યુ એસ્પાયર'' કારનું રંગારંગ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. પ વર્ષની વોરન્ટી સાથે અનેકવિધ ખુબીઓ ધરાવતી આ કાર ગુજરાત ન્યુ સાણંદ પ્લાન્ટમાં નિર્માણ પામી છે. પેટ્રોલ અને ડિઝલ બંને વેરીયન્ટમાં આ કાર ઉપલબ્ધ છે.

આ અંગે કંપનીના જનરલ મેનેજર (સેલ્સ) અનુજ ત્યાગીએ પત્રકારોને જણાવ્યું હતું કે, કાર બે ઇંધણ વિકલ્પ અને સાત રંગોમાં પાંચ પ્રકારમાં ઉપલબ્ધ છે. નવી ફોર્ડ એસ્પાયર સંપૂર્ણ પેકેજ છે. ઝુંડથી અલગ તરી આવવા માગતા અને તેમની કારમાંથી વધુ અનુભવવા માગનાર માટે તે તૈયાર કરવામાં આવી છે. એમ ફોર્ડ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેકટર અનુરાગ મેહરોત્રાએ જણાવ્યું હતું. સેગમેન્ટમાં ઉતમ અને ઉદ્યોગમાં પ્રથમ વિશિષ્ટતાઓ સાથે નવીફોર્ડ એસ્પાયર દરેક ગ્રાહકોને તેઓ ઇચ્છે તે મુજબ, એટલે કે, ઇચ્છા અનુસાર લૂક, ડ્રાઇવિંગની ખૂબીઓની મોજમસ્તી, સુરક્ષા અને સૌથી પરવડનારો માલિકી અનુભવ મળે તેની ખાતરી રાખે છે.

કેબિનમાં ભરપૂર સુવિધાઓ છે. જેમાં રિવર્સ પાર્કિંગ કેમેરા, કક્ષામાં ઉત્તમ ઓટોમેટિક કલાઇમેટ કંટ્રોલ સિસ્ટમ, બે યુેસબી સ્લોટ્સ, પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ, ઇલેકટ્રોમિક આઇઆરવીએમ રેઇન-સેન્સિંગ વાઇર્સ અને ઓટોમેટિક હેડલેમ્પ્સ વગેરેનો સમાવેશ થાય છે. નવીફોર્ડ એસ્પાયર પૂરતું પેકેજ છે. જેમાં ઘણી બધી નાવીન્યતાઓ માલિકોને માહિતગાર મનોરંજિત અને દરેક વખત સુરક્ષિત રાખે છે. કોમ્પેકટ સેડાન સુરક્ષા બાબતે ફોર્ડની આગેવાની ચાલુ રાખશે. જે વેરિયન્ટ લાઇન-અપમાં સ્ટાન્ડર્ડ ડયુઅલ એરબેગ્સ ઓફર કરે છે. વધુ સુરક્ષા જોનાર માટે તે ટોપ ટાઇટેનિયમ+ટ્રિમ પર છ સુધી એરબેગ્સ ઓફર કરે છે. એરબેગ્સની પાર જતાં ફોર્ડ એસ્પાયર બહેતર પ્રવાસી સુરક્ષાની અનેક વિશિષ્ટતાઓ ઓફર કરશે. જેમાં ઇલેકટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (ઇબીડી) સાથે એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ)નો સમાવેશ થાય છે. જે ડ્રાઇવરોને બહેતર પકડ આપવા માટે ડ્રાઇવ સ્મૂધ રાખશે. નવી ફોર્ડ એસ્પાયર તેના માલિકોને ઇલેકટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ઇએસપી) અને ઇલેકિટ્રક પાવર આસિસ્ટેડ સ્ટીયરિંગ (ઇપીએસ) સાથે ઝડપી ટર્ન્સ અને બેન્ડસ નેવિગેટ કરવામાં મદદ કરે છે. ઉપરાંત ઓટોમેટિક ટ્રાન્સમિશન હિલ-લોન્ચ આસિસ્ટ ફીચર ઇન્ડલાઇન્સ પર વધુ નિયંત્રણ આપે છે.

નવી ફોર્ડ એસ્પાયરમાં ફોર્ડની ઇન-કાર ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ ૬.પ ઇંચ ટચસ્ક્રીન સાથે સિન્ક ૩નો સમાવેશ થાય છે. જે ડ્રાઇવરોને વોઇસ કમાન્ડ્સનો ઉપયોગ કરીને તેમના મનોરંજન અને કનેકટેડ સ્માર્ટફોનને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

તેમણે કહ્યું હતું કે, સંપૂર્ણ મનની શાંતિ આપતાં નવી ફોર્ડ એસ્પાયર ભારતમાં એકમાત્ર એવી કોમ્પેકટ સેડાન છે, જે કક્ષામાં અવ્વલ પાંચ વર્ષ અથવા ૧૦૦.૦૦૦ કિ.મી. વોરન્ટી આપે છે. જેમાં ર વર્ષની ફેકટરી વોરન્ટી અને ૩ વર્ષની વિસ્તારિત વોરન્ટીનો સમાવેશ થાય છે. આ સાથે નવીફોર્ડ એસ્પાયર તેના સેગમેન્ટમાં સૌથી ઓછો શિડયુલ્ડ સર્વિસ અને મેઇનટેનન્સસ ખર્ચ આપવાનું ચાલુ રાખશે. જે ૧૦,૦૦૦ કિ.મી. સુધી પેટ્રોલ માટે કિમી દીઠ ફકત ૩૮ પૈસા છે અને ડીઝલ માટે કીમી દીઠ ૪૬ પૈસા છે. નવીફોર્ડ એસ્પાયર સાથે પ વર્ષની વોરન્ટી ગ્રાહકોને પરિવાર જેવા રાખવાની અમારી વચનબદ્ધતા અને માલિકી ચક્રમાં તેમને સંપૂર્ણ મનની શાંતિ આપવાની ખાતરી રાખવા પર ભાર આપે છે. એમ ફોર્ડ ઇન્ડિયાના માર્કેટિંગ, સેલ્સ અને સર્વિસના એકિઝકયુટિવ ડાયરેકટર વિનય રૈનાએ જણાવ્યું હતું મને ખાતરી છે કે ગ્રાહકોને અમારી નવીનતમ પ્રોડકટ ઓફર સાથે અપવાદાત્મક વેલ્યુ ઓન ઓફર મેળવવાની ખુશી મળશે.

નવીફોર્ડ એસ્પાયર ભારત અને દુનિયાભરના બધા ગ્રાહકો માટે ગુજરાતની ફોર્ડ ઇન્ડિયાની સાણંદ ફેકટરીમાં ઉત્પાદન કરવામાં આવે છે. કોમ્પેકટ સેડાન સાત રંગમાં મળે છે. જેમાં વ્હાઇટ ગોલ્ડ, મૂનડસ્ટ સિલિવર, સ્મોક ગ્રે, એબ્સોલ્યુટ બ્લેક ડીપ ઇમ્પેકટ બ્લુ, રૂબી રેડ અને ઓકસફર્ડ વ્હાઇટનો સમાવેશ થાય છે. (૭.૧૮)

(4:08 pm IST)