Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

મોતીયાના ઓપરેશનમાં એનેસ્થેશીયાની જરૂર છે તેવું વીમા કંપની નક્કી કરી શકે નહિ

ગ્રાહક તકરાર ફોરમે આપેલ મહત્વનો ચુકાદો

રાજકોટ તા.૫: મોતીયાના ઓપરેશનમાં એનેસ્થેશીયાની જરૂર છે કે કેમ ? તે વિમા કંપની નકિક ન કરી શકે કન્ઝયુમર કોર્ટે મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની વિગત એવા પ્રકારની છે કે ફરીયાદી અલ્પાબેન કોઠારીએ રાજકોટ ના ડો.વિજય મહેશ્વરી પાસે મોતિયાનું ઓપરેશન કરાવેલ હતું. પરંતુ મોતિયાના ઓપરેશન વખતે એનેસ્થેસીયા આપવા માટે ડોકટરને બોલાવવામાં આવેલ અને ત્યારબાદ ઓપરેશન કરવામાં આવેલ હતુ. આ ફરીયાદીએ ઓરીયેન્ટલ ઇન્સ્યુરન્સ કાું લી. રાજકોટ પાસે થી રૂ.૩,૦૦,૦૦૦નો હેપી ફેમેલી ફલોટર નામની પોલીસી મેળવેલ હતી.જેથી આ ફરીયાદીને મોતિયાના ઓપરેશનમાં  રૂ.૨૭,૫૪૨ નો ખર્ચ થયેલ હતો. જેમાં થી વિમા કાંુ એ રૂ.૨૪૦૦ની રકમ ઓછી ચુકવી હતી. જેમાં વિમા કાું એ આ રકમ ઓછી ચુકવવાનું કારણ એવું બતાવેલ કે મોતિયાના ઓપરેશનમાં એનેસ્થેસીયા આપવાની જરૂર નથી. જેથી એનેસ્થેસીયાના ડોકટરનો ચાર્જ કપાત કરેલ હતો.

વિમા કાું ના આ વલણથી નારાજ થઇ આ ફરીયાદીએ રાજકોટના એડવોકેટ ગાર્ગીબેન ઠાકર જોષી મારફત ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી. જે ફરીયાદ ચાલી જતાં આ કામમાં ફરીયાદીના એડવોકેટની દલીલોને ધ્યાને લઇ આ ફરીયાદ મંજુર કરેલ છે અને વિમા કાુંને રૂ.૨૪૦૦ ફરીયાદીને ૬ ટકા વ્યાજ સાથે ચુકવી આપવાનો તથા રૂ.૧૦૦૦ માનસીક ત્રાસ અને ખર્ચના રૂ.૫૦૦ અલગથી ચુકવી આપવાનો હુકમ કરેલ છે.

આ કામના ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ શ્રી જી.આર.ઠાકર, ગાર્ગીબેન ઠાકર જોષી તથા મીલનભાઇ દુધાત્રા રોકાયેલ હતા.(૧૭.૫૬)

(4:07 pm IST)