Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

નાના મવામાં મામલતદારનું ડીમોલીશન પાણીનો ટાંકો-ઓરડી દૂર કરાયા...

રાજકોટ તા. પ :.. નાના મવા-દરગાહ પાસે સરકારી ખરાબો સર્વે નં. ૧ર૩ ની જગ્યા ઉપર દબાણ થયાની ફરીયાદ બાદ સીટી પ્રાંત-૧ શ્રી પટેલની સૂચના હેઠળ આજે પશ્ચિમ વિસ્તારના મામલતદારશ્રી ભગોડા અને સ્ટાફે દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી એક ઓરડી અને ખડકી દેવાયેલ પાણીનો ટાંકો તોડી પાડયા હતાં.

આ સ્થળ એ. જી. કવાટર્સ પાછળ આવેલુ છે, લાખોની જગ્યા ઉપર દબાણ થયું હતું. તે દૂર કરી પ્રાંતને મામલતદારે રીપોર્ટ કરી દિધો હતો. (પ-રર)

(4:07 pm IST)