Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

નૂતન જૈન મહિલા મંડળના બહેનો નવલા નોરતાના પ્રથમ દિવસે રાસે રમશે

પ૬ વર્ષ જુની સંસ્થા : ૩પ થી ૯૦ વર્ષ સુધીના વડીલ બહેનો ભાગ લેશે

રાજકોટ, તા. પ : શ્રી નૂતન જૈન મહિલા મંડળ દ્વારા આગામી તા. ૧૦ના પહેલા નોરતાના દિવસે નવરાત્રી ગરબાનું આયોજન ભગવાન ભુવન વાડી, પંચનાથ મંદિર ખાતે બપોરે ૩:૩૦ કલાકથી આયોજન કરવામાં આવેલ છે.

ગરબામાં દરેક સ્પર્ધકો ટ્રેડીશનલ ચણિયા ચોલી તેમજ સાડી પહેરીને રાસની રમઝટ બોલાવશે. તથા દરેક સ્પર્ધકોમાંથી વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શ્રી નૂતન જૈન મહિલા મંડળ છેલ્લા પ૬ વર્ષથી સતત કાર્યરત છે. જેમાં ૩પ વર્ષથી લઇને ૯૦ વર્ષ સુધીના બહેનો ઉત્સાહ સાથે જોડાય છે. મહિલા મંડળમાં મહાવીર જયંતિ નિમિતે સ્તવન હરિફાઇ, સ્વાતંત્ર દિનને લગતી ઉજવણી, સાડી હરીફાઇ, વેશભૂષા કાર્યક્રમ, નાતાલની ઉજવણી, વાનગી હરીફાઇ, હોટલમાં જમણવાર, સ્નેહ મિલન વિ. કાર્યક્રમો યોજાય છે.

આયોજનમાં મંડળના સંચાલક કલાબેન બદાણી, સરલાબેન પારેખ, ભાનુબેન કોઠારી તથા મંડળના સભ્યો વર્ષાબેન દોશી અને હિનાબેન કામદાર જોડાયા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)(૮.૧૮)

(4:06 pm IST)