Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

કોંગી કોર્પોરેટર નીતિન રામાણીને શિસ્તભંગની નોટીસ

શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતે સોશ્યલ મીડિયા દ્વારા નોટીસ મોકલીઃ ૭ દિ'માં ખુલાસો કરવા પ્રદેશ કોંગ્રેસની તાકીદ

રાજકોટ, તા. પ :  વોર્ડ નં. ૧૩નાં કોંગ્રેસના કોર્પોરેટર નીતીનભાઇ રામાણી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં હોય તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની ભલામણ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂત પ્રદેશ કોંગ્રેસને કર્યા બાદ તેનાં અનુસંધાને પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિતિન રામાણી સામે શિસ્તભંગના પગલા લેાવ અગે નોટીસ ફટકારાઇ છે અને આ નોટીસને શહેર પ્રમુખ મહેશ રાજપૂતે સોશ્યલ મીડિયાના માધ્યમથી નીતિન રામાણી સુધી પહોંચતી કરી તેનો ૭ દિવસમાં ખુલાશો કરવા તાકિદ કરતાં આ મુદ્દે કોંગ્રેસમાં જબરી ચકચાર મચી જવા પામી છે.

શહેર પ્રમુખ મહેશ રાજપૂતે ફેસબુકનાં જણાવ્યું છે કે માધ્યમથી જામીન રામાણીને મોકલાવેલી નોટીસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખશ્રી અમીત ચાવડાની સુચનાથી આપને નોટીસ આપવામાં આવે છેકે, આપ રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચુંટાયેલા સભ્ય છો. તા. ર૦-૯-ર૦૧૮ની સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગ સમયે આપને કાર્યસૂચિ નં. ૧૮ અને ર૯ના કામનો મતદાન થાય ત્યારે કામની વિરૂધ્ધ મતદાન કરવા તા. ૧૯-૯-ર૦૧૮ના રોજ લેખિત (વ્હીપ) આદેશ આપશ્રીને રાજકોટ મહાનરગપાલિકાના દંડકશ્રીએ રૂબરૂ આપયો હતો છતાં આપે ગેરહાજર રહી આદેશનો ભંગ કરેલો છે. તે ઉપરાંત અવારનવાર પક્ષને નુકશાન થાય તે રીતે વર્તન કરો છો . જે બરાબર નથી.

આથી આપને સુચના આપવામાં આવે છકે, કોંગ્રેસ નુકશાનકર્તા આપનુ વર્તન આપે સુધારવું પડશે અને આપે શિસ્તમાં રહેવું પડશે. જો આપ આપનું વર્તન આવું જ રાખશો તો આપની સામે શિસ્ત ભંગના પગલા લેવામાં આવશે.

આપ આ અંગે કેવું વલણ રાખવા માંગો છો અને આપના આ વર્તન અંગે આપને કંઇ કહેવાનું હોય તો તેનો લેખિત ખુલાસો દિન-૭માં પ્રદેશ સમિતિને લેખિતમાં મોકલી આપશો. જો આપનો પત્ર નહિ મળે તો આપની આ અંગે શિસ્તમાં રહેવાની તૈયારી નથી એમ માની આપની સામે પગલા લેવામાં આવશે તેની નોંધ લેશો. (૯.૧૩)

(4:04 pm IST)