Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રાજકોટમાં કેટલા ઢોર ? ટૂંક સમયમાં પશુ ગણતરી

૨૦૧૨માં પશુ ગણતરી વખતે શહેરમાં ૪૦,૦૦૦ પશુઓ નોંધાયેલઃ ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઊંટ, હાથ અને રખડુ કૂતરા સહિતના પશુઓની ગણતરી થશે

રાજકોટ, તા. ૫ :. હાલમાં દેશભરમાં પશુ ગણતરી ચાલુ છે ત્યારે તેના અનુસંધાને રાજકોટમાં પણ આગામી ટૂંક સમયમાં પશુઓની ગણતરીનો પ્રારંભ થનાર છે.

આ અંગે સત્તાવાર સૂત્રોની પ્રાપ્ત માહિતી મુજબ આગામી બે ચાર દિવસોમાં પશુ ગણતરી હાથ ધરાશે. જેમાં શહેરમાં કેટલા ગાય, બળદ, ભેંસ, ઘેંટા, બકરા, ઊંટ, હાથી અને રખડુ કૂતરા સહિતના પશુઓની સંખ્યા કેટલી છે ? તેની ગણતરી થશે.

નોંધનીય છે કે, છેલ્લે ૨૦૧૨માં પશુ ગણતરી થયેલ. તે વખતે ૪૦ હજાર જેટલા પશુઓની નોંધણી થઈ હતી, પરંતુ ત્યાર બાદ શહેર રખડુ ઢોરની સમસ્યા ઉકેલવા કોર્પોરેશને પોલીસ ફરીયાદ સહિતના કડક પગલા અમલી બનાવ્યા અને જોરદાર ઢોર પકડ ઝુંબેશ હાથ ધરતા પશુઓની સંખ્યામાં આ વખતે ઘટાડો જોવા મળે તેવી શકયતા છે. હાલમાં કોર્પોરેશનના બે ઢોર ડબ્બામાં ૮૦૦ અને ૪ એનીમલ હોસ્ટેલમાં ૧૦૦૦ જેટલા પશુઓ મળી કુલ ૧૮૦૦ પશુઓ આશરો લઈ રહ્યા છે. આ ઉપરાંત ૧૫૦૦૦ જેટલા પશુઓનું ટેગીંગ (બિલ્લા લગાવાયા) થઈ ગયુ છે. આથી આટલા પશુઓની ગણતરી આજની તારીખે છે. હવે પશુ ગણતરી દરમિયાન જે પશુઓ નોંધાઈ તે વધારાના પશુઓ મળી કુલ ૨૫૦૦૦ હજાર પશુઓ નોંધાઈ તેવી શકયતા હોવાનું જાણકારો કહી રહ્યા છે.(૨-૨૧)

માલધારી વસાહત યોજના રાજ્ય સરકારમાં પેન્ડીંગ

રાજકોટઃ. કોર્પોરેશન દ્વારા માલધારી વસાહતની યોજના શહેરની ભાગોળે આવેલ પાડાસણ, રાજગઢ, બાઘી અને ભીચરી ગામે હાથ ધરવા માટે જમીન હસ્તાંતરણ સહિતની વહીવટી કાર્યવાહી પૂર્ણ કરી સરકારની મંજુરી અર્થે ફાઈલ મોકલી આપેલ છે પરંતુ આ ફાઈલ હજુ પેન્ડીંગ હોવાનુ જાણવા મળ્યુ છે.(૨-૨૧)

(4:03 pm IST)