Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબાને ગેરલાયક ઠેરવવા મામલે ૧૦મીએ હાઈકોર્ટમાં સુનાવણી

વોર્ડ નં. ૧૧ના કોંગી કોર્પોરેટર પરેશ અરસોડા પણ ગેરલાયક ઠરે તેવી શકયતાઃ ચૂકાદો આવે તો કોંગ્રેસની બે બેઠકો ખાલી પડશે

રાજકોટ, તા. ૫ :. વિપક્ષ કોંગ્રેસના વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવા મામલે નામદાર હાઈકોર્ટમાં કોર્પોરેશન અને ધર્મિષ્ઠાબા વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે. જે અંતર્ગત આગામી તા. ૧૦ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે અને આ દરમિયાન વોર્ડ નં. ૧૧માં પરેશ અરસોડાને પણ ગેરલાયક ઠેરવવાની બાબતનો પેન્ડીંગ રહેલો નિર્ણય પણ લેવાય તેવી શકયતા છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશનની સામાન્ય સભામાં સતત ૩ મહિના સુધી ગેરહાજર રહેવા સબબ બીપીએમસી એકટ હેઠળ વોર્ડ નં. ૧૮ના કોંગ્રેસના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજાને ગેરલાયક ઠેરવવા બાબતે સેક્રેટરીએ કરેલી ભલામણ બાદ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ ધર્મિષ્ઠાબાને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લઈ લીધો હતો. જેની સામે ધર્મિષ્ઠાબાએ હાઈકોર્ટમાં કાનૂની લડત આરંભી છે. જે અંગે વધુ સુનાવણી આગામી તારીખ ૧૦મીએ હાથ ધરાશે અને આ દિવસે ચુકાદો આવવાની પુરી સંભાવનાઓ વ્યકત થઈ રહી છે.

દરમિયાન વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટર પરેશ અરસોડા પણ સતત ૬ મહિના સુધી ગેરહાજર રહેવા સબબ કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવા સેક્રેટરી શ્રી રૂપારેલીયાએ મ્યુ. કમિશ્નરને ભલામણ કરેલી છે. આ ભલામણનો નિર્ણય હજુ કમિશ્નરે લીધો નથી. જો કે ધર્મિષ્ઠાબાનો ચુકાદો આવી ગયા બાદ પરેશ અરસોડાને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લેવાય તેવી શકયતાઓ છે અને જો કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવશે તો કોંગ્રેસે વોર્ડ નં. ૧૮ અને વોર્ડ નં. ૧૧ એમ બે બેઠક

 

(4:03 pm IST)