Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રવિવારે સોરઠીયા રજપૂત સમાજના છાત્રો સન્માનાશે

૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાશેઃ ૨૧ જનપ્રતિનિધીઓ સાથે ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ અને દિલીપભાઈ પટેલને ફૂલડે વધાવાશે

રાજકોટ,તા.૫: પ્રાતઃ સ્મરણીય પ્ર.દેશળ બાપુ, વિરલ વિભૂમિ પ્ર.સંપૂર્ણાનંદજી બાપુ તથા મહામુકતરાજ સંત પૂ.દેવુ ભગતની પ્રેરણાથી તેમજ સમાજના વિવિધ દાતાઓના સહકારથી આગામી તા.૭ને રવિવારે બપોરના ૨ થી ૬ દરમ્યાન સોરઠીયા રજપૂત સમાજ, રાજકોટ શહેરમાં વસતા અને ૬૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર કુલ ૪૦૦થી પણ વધારે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાશે.

આ કાર્યક્રમમાં મેયર શ્રી બિનાબેન આચાર્ય, શ્રી કે.જી.વણઝારા (અધિક સચિવશ્રી, નિયામક શ્રી વિ.જા.) તથા શ્રીમતી અંજલીબેન રૂપાણીની ઉપસ્થિત રહેશે.

સોરઠીયા રજપૂત સમાજના તેજસ્વી તારલાઓના સન્માની સાથો સાથે સમગ્ર ગુજરાતભરમાંથી વિવિધ પદભાર ઉપર ચૂંટાયેલા ૧૬ જન પ્રતિનિધિઓનું તેમજ ત્રણ વિવિધ સમાજલક્ષી પ્રેરણાદાયી કામગીરી કરનારા મહાનુભાવો તેમજ સોરઠીયા રજપૂત સમાજ લીગલ સેલ દ્વારા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ (મેમ્બર સર્ચ એન્ડ સીલેકશન કમિટિ ફોર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ જજીસ, સેન્ટ્રલ ગર્વમેન્ટ, ન્યુ દીલ્હી) તેમજ શ્રી દિલીપભાઈ પટેલ (મેમ્બર બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા)ને વિશિષ્ઠ સિધ્ધિ મેળવવા બદલ પણ સન્માનીત કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોરઠીયા રજપૂત સમાજ, રાજકોટના પ્રમુખ શ્રી વિજયભાઈ ચૌહાણ તથા વિદ્યાર્થી સમિતિ અધ્યક્ષ શ્રી રાજેશભાઈ દલ (એડવોકેટ) તેમજ યુવા પાંખના પ્રમુખ શ્રી મુકુન્દભાઈ રાઠોડની રાહબરીમાં સર્વેશ્રી હરનેશભાઈ સોલંકી, અશોકભાઈ કેશોર, અશોકભાઈ ખેર, અરવિંદભાઈ ચૌહાણ, અશોકભાઈ રાઠોડ, વિમલભાઈ હાડા, દેવાંગભાઈ ડોડીયા, મિલનસિંહ રાઠોડ, આકાશભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ ચૌહાણ, લાલજીભાઈ ગોહીલ, હકાભાઈ ચૌહાણ, જીતુભાઈ કેશોર, હસુભાઈ મકવાણા, ગીરીશભાઈ ચૌહાણ, ચેતનભાઈ ચૌહાણ, દિપકભાઈ પરમાર, શ્રી સોરઠીયા રાજપૂત લીગલ સેલના એડવોકેટ શ્રી રાજેશભાઈ દલ, શ્યામલભાઈ રાઠોડ, મુકેશભાઈ ચૌહાણ, મનિષભાઈ ચૌહાણ, જીગ્નેશભાઈ પઢીયાર, ચન્દ્રકાંતભાઈ ચાવડા, કલ્પેશભાઈ વાઘેલા, રેખાબેન તુવર, અંજુબેન ચૈહાણ તેમજ વીમેન્સ ફેડરેશનના પ્રમુખ- જશુબેન ચૌહાણ, કલ્પાબેન ચૌહાણ, સ્વાતીબેન રાઠોડ, પદ્દમાબેન ડોડીયા, ઈલાબેન ખેર, કમળાબેન ભટ્ટી, નયનાબેન રાઠોડ અને રંજનબેન વાઘેલા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:02 pm IST)