Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

આર્યા કલબ દ્વારા કાલે બામ્બુ બીટસ વેલકમ નવરાત્રી

ખેલૈયાઓને સૌ પ્રથમ વખત કિંગ અને કવિનને તાજ પહેરાવાશેઃ ૮ થી ૧૦ હજાર ખેલૈયાઓ ઝૂમશેઃ સિનિયર- જુનિયર સહિત ૫૦થી વધુ ઈનામો

રાજકોટ,તા.૫: મા આદ્યાશકિતની આરાધના કરવાનું પાવન પર્વ નવરાત્રી... રંગીન રાજકોટ વાસીઓ નવરાત્રીમાં ગરબા રમવા થનગની રહ્યા છે. ત્યારે આર્ય હોલિડેઝ આર્યા કલબ દ્વારા બામ્બુ બિટ્સ વેલકમ નવરાત્રી- ૨૦૧૮ આવતીકાલે તા.૬ના શનિવારે સાંજે ૭ વાગ્યાથી નાનામોવા સર્કલ ૧૫૦ ફૂટ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ખેલૈયા ફેઈમ બામ્બુ બિટ્સની ટીમ દ્વારા તાલ સથવારે ઢોલના ધબકારે શરણાઈના સૂરે ખેલૈયાઓને ગરબે રમાડવામાં આવશે. આ રાસોત્સવમાં રાજકોટ ઉપરાંત ગોંડલ, મોરબી અને જામનગરના પણ ખેલૈયાઓ ભાગ લેશે.

આ ઉપરાંત આધુનિક સાઉન્ડ સિસ્ટમ સીસીટીવી કેમેરા બાઉન્સર સિકયુરિટી એક દિવસીય ગરબામાં પ્રથમવાર ખેલૈયાઓને સિનિયર જુનિયર કિંગ કવિનનો તાજ પહેરવામાં આવશે. તેમજ લાખેણા ઈનામો આપવામાં આવશે. સીટી ન્યુઝના નીતિનભાઈ નથવાણીના સહયોગથી ડેન ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

બામ્બુ બિટ્સ વેલકમ નવરાત્રી ગરબાને સફળ બનાવવા આયોજકો દિવ્યાભાસ્કરના પ્રેસ ફોટોગ્રાફર પ્રકાશ રાવરાણી, આર્યા હોલિડેઝના સંદીપ લખતરિયા (મો.૯૯૨૪૮ ૧૦૨૨૧), પાયોનિયર દાંડિયા કિંગ અંકીત ચાવડા સીટી ન્યૂઝના જયેશ રાવરાણી અને જય બોરીચાની  ટીમ જહેમત ઉઠાવી રહી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૮)

 

(4:01 pm IST)