Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સામાકાંઠે વેરા શાખાએ ધોકો પછાડયો : ૪ મિલ્કત સીલ

વોર્ડ નં. ૪-૫-૬માં બાકી મિલ્કત વેરો વસુલવા કાર્યવાહી : રૂ. ૬.૫૦ લાખની આવક

રાજકોટ, તા.૫: મ્યુ. કોર્પોરેશનના વેરા વસુલાત વિભાગ દ્વારા  શહેરમાં રૂ. ૫ લાખ સુધીનો વેરો બાકી રાખનારા બાકીદારો ઉપર ધોંસ બોલાવામાં આવી રહી છે. જે અન્વેય ઇસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા આજે સામાકાંઠા વિસ્તારમાં બપોર સુધીમાં કુલ ૪ જેટલી મિલ્કતોને સીલ લગાવી દીધા હતા. આજે રૂ.૬.૫૦ લાખની આવક થવા પામી હતી.

ઇસ્ટ ઝોન

ઇસ્ટ ઝોનની વેરા વસુલાત શાખા દ્વારા મિલ્કત વેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં. ૪ પરના જાગાણી ટ્રેડર્સ - કુવાડવા રોડ પર સીલીંગ કાર્યવાહી હાથ ધરતા રૂ. ૧.૫૦ લાખનો ચોક મળેલ છે. જ્યારે મારૂતિનંદન પાર્ક - દુકાન નં. ૧૦, ૧૧ તથા ૧૨ કુલ રૂ. ૧૦ લાખનો બાકી વેરો વસુલવા ત્રણ મિલ્કતો સીલ કરેલ છે. મીરર મેલ્ટ ફીનીશીંગ વર્કસ, ૨૨-રણછોડનગરના રૂ. ૩.૭૯ લાખની બાકી રકમ માટે સીલ કરેલ છે. આ ઉપરાંત કુવાડવા રોડ પરની અન્ય ચાર મિલ્કતોમાં બાકી રકમ ભરવા તાકીદ કરેલ છે. આજે કુલ રૂ. ૬.૫૦ લાખની આવક થવા પામી હતી.

આ કામગીરી આસી. કમિશ્નર વાસંતીબેન પ્રજાપતિ, આસી. મેનેજર એમ.ડી. ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસરોની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર પરેશ જોશી, હસમુખ કાપડીયા, બકુલ ભટ્ટ, કે.જે.પંડયા તથા વિ. દ્વારા કરવામાં આવેલ છે તેમ કોર્પોરેશનની વેરા શાખાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.(૨૧.૩૧)

(3:39 pm IST)