Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

મેટોડામાં કોળી યુવાન ભરત ડાભીનો ગામની સીમમાં ઝેરી દવા પી આપઘાત

ઝેર પીધા બાદ સુરત રહેતાં બહેનને ફોન કર્યોઃ કારણ અકળ

રાજકોટ તા. ૫: મેટોડા જીઆઇડીસીમાં રહેતાં ભરતભાઇ શંભુભાઇ ડાભી (ઉ.૩૫) નામના કોળી યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

ભરતે મોડી રાત્રે ગામની સીમમાં ઝેર પીધા બાદ સુરત રહેતાં પોતાના બહેનને ફોન કરી જાણ કરતાં બહેને બીજા ભાઇને જાણ કરી હતી. ભરતભાઇને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને શકિતસિંહ ગોહિલે લોધીકા પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર ભરતભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને કારખાનામાં કામ કરતો હતો. આપઘાતનું કારણ પરિવારજનો જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૫)

(12:11 pm IST)