Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સુચિત સોસાયટી અંગે કલેકટર આકરા પાણીએઃ સીટી-૧ અને ૨ બન્ને પ્રાંતને બાકી કામગીરી ૧૦ દિવસમાં પૂર્ણ કરવા આદેશો

સરકારમાંથી પણ ટકોરઃ એકશન પ્લાન ઘડી કાઢોઃ હાલ ૨૯૦૦માંથી ૨૪૦૦ જેટલી મંજુર : ૧૨૦૦ આસપાસ કેસોમાં ફી ભરાઈ છેઃ સરકારે ૧૪૨ દરખાસ્તો મંજુર કરી અને ૧૦ પાછી મોકલી દીધી

રાજકોટ, તા. ૪ :. રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ સીટી પ્રાંત-૧ અને સીટી પ્રાંત-૨ને ખાસ પત્ર પાઠવી સૂચિત સોસાયટીના મામલે તાજેતરમાં મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીના અધ્યક્ષ સ્થાને તા. ૨૬ અને તા. ૨૮ના રોજ યોજાયેલ બેઠક સંદર્ભે આ બન્ને પ્રાંતના વિસ્તારમાં આવતી સૂચિત સોસાયટીમાં થયેલ કામગીરીની વિગતો માંગી છે અને અમુક બાબતે અધુરી છે તે તાકિદે પૂર્ણ કરવા આદેશો કર્યા છે. એટલુ જ નહિ આ બાબતે કલેકટરે સંબંધીત તમામ અધિકારીઓની મહત્વની મીટીંગ પણ બોલાવી છે.

કલેકટરે આપેલી સૂચના મુજબ રાજકોટ શહેરની કુલ ૧૬૩ પરિવર્તનીય વિસ્તારોની દરખાસ્તો રજુ થતા સરકારમાં મંજુરી અર્થે મોકલાયેલ. જે પૈકી ૧૪૨ દરખાસ્તો મંજુર થયેલ છે. ૧૦ દરખાસ્તો સરકારમાંથી પાછી ફરી છે. ૧૧ દરખાસ્તો નિર્ણય માટે બાકી છે. જે પૈકી ૧ દરખાસ્ત (મનહર-વ્રજભૂમિ સોસાયટી) પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૧ પાસે પડતર છે. જેની પૂર્તતા તાત્કાલીક મોકલવી. જ્યારે ૧ દરખાસ્ત (ગોપાલનગર-ગોવિંદનગર-રૈયા) સીવીલ એવીએશન ડીપા.ના અભિપ્રાય માટે બાકી છે, જે અંગે સીટી સર્વે/મામ.શ્રીએ સંબંધિત સીવીલી એવી. ડીપા.ના સંકલનમાં રહી અભિપ્રાય મેળવી તાત્કાલીક પૂર્તતા મળી રહે તેવી કાર્યવાહી કરવા આદેશો કર્યા છે.

પરિવર્તનીય વિસ્તાર તરીકેનો લાભ મળે તેવી કેટલી સોસાયટીઓની દરખાસ્તો રજુ કરવાની હવે બાકી છે ? આવી સોસાયટીના નામ, ગામ, સરનામા, ટીપી/એફપી, ક્ષેત્રફળ, કુલ મિલ્કતોની સંખ્યા/તે પૈકી લાભ મળવાપાત્ર મિલ્કતોની સંખ્યા વગેરે સાથેની યાદી મોકલવી. તેમજ આ અંગેની દરખાસ્તો તૈયાર કરાવીને તાત્કાલીક રજુ કરવી.

સરકારમાંથી કલેકટર ઉપર આવેલ વિગતો મુજબ કુલ ૨૯૦૦ અરજીમાંથી ૨૩૦૦થી વધુ મંજુર થઈ છે, જેમાંથી ૧૧૦૦ આસપાસની ફી ભરાઈ છે.

ઉપરની વિગતો ધ્યાને લઈને બાકી રહેલ કામગીરી દિવસ-૧૦માં પૂર્ણ કરવા માટે એકશન પ્લાન બનાવી વિગતો મોકલવી તથા એકશન પ્લાન મુજબ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તેવી કાર્યવાહી કરવા આદેશો કર્યા છે. તેમજ મંજુર કરવા પાત્ર કુલ ૨૯૪૫ અરજી પૈકી બાકી મંજુરી માટે બાકી રહેલ કેસો, બાકી રહેલ દાવા પ્રમાણપત્રો તથા નો ડયુ સર્ટી. ઈસ્યુ કરવાના બાકી રહેલ કેસો દિવસ-૧૦માં નિકાલ કરવા પણ સૂચના આપી છે.

(4:10 pm IST)