Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

મોરબી રોડ પર મારૂતી સુચીત સોસા.માં દેવીપુજક પરીવારનું મકાન ભુમાફીયાઓએ તોડી પાડયું

મકાન માલીક રઘુભાઇ પરમાર તથા હરસુખભાઇ પરમારનું ર૦ થી રપ અજાણ્યા શખ્સોએ રિવોલ્વરની અણીએ અપહરણ કરી મારી નાખવાની ધમકી આપીઃ પોલીસ કમિશ્નરને લેખીત ફરીયાદ

રાજકોટ, તા., ૪: મોરબી રોડ પર મારૂતી કો.ઓ.હા.સો.(સુચીત) માં રહેતા રઘુભાઇ મધુભાઇ પરમાર તથા હરસુખભાઇ મધુભાઇ પરમારે ભૂમાફીયાઓએ તેનું રીવોલ્વરની અણીએ અપહરણ કરી મારી નાખવાની ધમકી આપી મકાન તોડી પાડયાની પોલીસ કમિશ્નરને લેખીત ફરીયાદ કરેલ છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ રાજકોટના રેવન્યુ સર્વે નં. પ૩ પૈકીમાં આવેલ ઉકત સોસાયટીના પ્લોટ નં. ૪ ની જમીન ચો.વા. ૧૬૬ અમો ફરીયાદીએ વિનોદભાઇ જીવણભાઇ ટોળીયા પાસેથી તા.ર૮-ર-ર૦૧રના રોજ ખરીદ કરેલ. ત્યાર બાદ આ પ્લોટ પર મકાન બનાવેલ હતા. આ મકાનમાં બંન્ને ભાઇઓના પરીવારના ૧પ સભ્યો રહે છે. ગત તા. રના રોજ સાંજના ર૦ થી રપ વ્યકિતઓ જેસીબી નં. જીજે૩ એચઇ ૧૧૧૮  તથા પોલીસ જીપમાં સાદા ડ્રેસમાં પોલીસવાળા આવેલ અને અમો ફરીયાદીઓને જીપમાં બેસાડી અપહરણ કરી મોરબી રોડે લઇ જઇ રિવોલ્વર દેખાડી કહેલ કે આટલી જ વાર લાગશે. જેસીબી મકાન તોડવાનું કામ કરી રહેલ છે તેમાં કોઇ આડા આવશો નહિ. અને તમો પરીવાર સાથે રાજકોટ મુકીને ભાગી જાવ, અન્યથા તમારા પરીવારને અહીંયા જ ખતમ કરી નાખશુ તેવી ધમકી આપેલ હતી.

ત્યાર બાદ અમો ફરીયાદી મકાને જતા અમારૂ મકાનનો કાટમાળ તોડી પડાયેલ હતો અને અમો ફરીયાદીના પરીવારજનો હાલ બેઘર થઇ ગયા છીએ. સ્થળ ઉપર અમારી માલીકીના મકાન તોડી પડાયા બાદ જમીન પર ભૂમાફીયાઓ ગેરકાયદેસર બાંધકામ કરાવી રહેલ છે તેને અટકાવી તાકીદે યોગ્ય ન્યાય આપવા અંતમાં રઘુભાઇ દેવીપુજક  તથા હરસુખભાઇ દેવીપુજકે માંગણી કરેલ છે. (૪.૧૧)

(3:52 pm IST)