Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

હોસ્‍પિટલ ચોકમાં રિક્ષાચાલક ગનીની દાદાગીરીઃ ટ્રાફિક પોલીસના હેડકોન્‍સટેબલને ગાળો દીધીઃ ઘરે આવીને છરીના ઘા મારી દેવાની ધમકી

રાજકોટઃ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં હેડકોન્‍સ. હરીશભાઇ વાલજીભાઇ ગઢવી સાંજે સિવિલ હોસ્‍પિટલ ચોકમાં ફરજ પર હતાં ત્‍યારે રિક્ષા નં. જીજે૩એએક્‍સ-૯૮૧૩ના ચાલક ગનીએ ગાળાગાળી કરી મારી નાંખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતાં પ્ર.નગરના પીએસઆઇ કે. ડી. પટેલે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ટ્રાફિક હેડકોન્‍સ્‍ટેબલે ગનીને તેની રિક્ષા નો પાર્કિંગમાં હોઇ ત્‍યાંથી દૂર લઇ લેવાનું કહેતાં તેણે ના પાડી હું અહિથી જ પેસેન્‍જર ભરીશ, તારાથી થાય એ કરી લે તેમ કહી ગાળો દઇ ધમકી આપી હતી તેમજ ઘરે આવીને છરીના ઘા મારી દઇશ...તેવું કહી ભાગી ગયો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

(11:49 am IST)