Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

સિધ્‍ધી વિનાયક સોસાયટીમાંથી બીયરના ટીન કબ્‍જેઃ પોલીસને જોઇ તેજસ કાકડીયા ભાગી ગયો

રાજકોટઃ બિ-ડિવીઝન પોલીસે કુવાડવા રોડ સિધ્‍ધી વિનાયક સોસાયટી-૪માંથી રૂા. ૩૦૦ના ત્રણ બીયર કબ્‍જે કર્યા હતાં. પોલીસને જોઇને તેજસ વલ્લભભાઇ કાકડીયા ભાગી ગયો હતો. તેની શોધખોળ થઇ રહી છે.

સરધારના ડુંગરપુરમાં વાડીમાંથી ઢોર કાઢવા બાબતે ધનજી કોળીને સુરા ભરવાડે લાકડીથી ફટકાર્યો

રાજકોટઃ સરધાર તાબેના ડુંગરપુર ગામે રહેતાં ધનજી વિનુભાઇ ચોૈહાણ (કોળી) (ઉ.૨૫)ને તે તેની વાડીએ હતો ત્‍યારે વાડીમાંથી ઢોર કાઢતાં સુરા માંગાભાઇ ભરવાડે ઢોર કાઢવા બાબતે બોલાચાલી કરી ગાળો દઇ લાકડીથી માર મારતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ જી. એન. વાઘેલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)