Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનાર યુવાનના રૂા. ૭૧ હજાર પરત કરાવતી સાયબર ક્રાઇમ

રાજકોટ : સોશિયલ મીડીયા તથા મોબાઇલ દ્વારા લાલચ અને અલગ અલગ રીતે લોભામણી સ્‍કીમો બતાવી ગઠીયાઓ લોકોને છેતરતા હોય છે. ત્‍યારે કુવાડવા રોડ પર માલીયાસણ ગામમાં રહેતા સંદીપભાઇ ધીરૂભાઇ પાનસુરીયાએ ઓનલાઇન ‘ઓલા' ઇ-બાઇક બુક કરાવ્‍યું હતું. ત્‍યારબાદ તેના મોબાઇલ ફોનમાં એક ફોન આવ્‍યો હતો. અને ઇ-બાઇકની ખરીદી પર ગઠીયાએ અલગ અલગ ચાર્જીસના નામે રૂા. ૭૧,પ૪૬ ઓનલાઇન કરાવી લીધા હતાં. ત્‍યારબાદ સંદીપભાઇને પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું માલુમ પડતા તેણે તાકીદે સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરતા પીએસઆઇ જે. કે. જાડેજા સહિતના સ્‍ટાફે ટેકનીકલ એનાલીસીસ દ્વારા સંદીપભાઇ પાનસુરીયાને રૂા. ૭૧,પ૪૬ પરત અપાવ્‍યા હતાં. આ કામગીરી પીએસઆઇ જે. કે. જાડેજા, હેડ કોન્‍સ. પુનમબેન સુળીયા, દિગ્‍વીજયસિંહ ઝાલા, કોન્‍સ. શિવાનીબેન ખોડભાયા તથા દિલીપભાઇ કુમારખાણીયા દ્વારા કરવામાં આવી હતી.

(3:56 pm IST)