Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ઓઇલ એન્‍જીન ક્ષેત્રે મોટુ પ્રદાન કરનાર પોપટભાઇની ખોટ વર્તાશેઃ ગોવિંદભાઇ

રાજકોટ,તા. ૫ : રાજકોટ એન્‍જીનીંયરીંગ ક્ષેત્રે અગ્રેસર, દાતા અને ઓઇલ એન્‍જીનને વિશ્વના માર્કેટમાં રાજકોટનું નામ રોશન કરનારા સાહસીક ઉદ્યોગપતિ પોપટભાઇ પટેલનું જૈફ વયે નિધન થયું છે જે જાણીને શોક અને દુઃખની લાગણી અનુભવું છુ તેમ રાજકોટના ધારાસભ્‍યશ્રી ગોવિંદ પટેલે એક શોક સંદેશમાં જણાવેલ છે.

શ્રી પટેલે વધુમાં જણાવેલ છે કે પોતાની સાહસીક વૃતિ અને દીર્ધ દ્રષ્‍ટિના કારણે તેઓ એક સફળ ઉદ્યોગપતિ બનેલ અને રાજકોટના અનેક નાના ઉદ્યોગોને કામ કરતા કરેલ. તેમના જવાથી ઉદ્યોગ જગતને મોટી ખોટ પડી છે.

(3:38 pm IST)