Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

બેંક ઓફ ઇન્ડિયાનો નફો ૧૮૮ ટકા વધીને રૂ.૭૨૦ કરોડ થયો

રાજકોટ તા. ૫ : બેન્ક ઓફ ઇન્ડિયાનો ચોખો નફો ૧૮૮ % વધીને રૂ.૭૭૨ કરોડ નોંધાયો છે. બીન વ્યાજની આવકમાં ૩૯% વધારો થયો છે. છુટક ધિરાણમાં વાર્ષિક ૧૦.૫૭%, કૃષિ ધિરાણમાં ૧૧.૦૮% એમએસએમઇ ધિરાણમાં ૧૧.૪૫% વાર્ષિક વધારો થયો છે. એડવાન્સમાં ૧૧.૦૨% નો વધારો નોંધાયો છે અને તે ૫૧.૩૬% એડવાન્સ અને સીએએસએ ડીપોઝીટમાં ૧૩.૮૦% વાયઓવાયનો વધારો છે. કુલ એનપીએ ગુણોતર ૪૦ bps yoy  નેટ NPA ગુણોતર ૨૩ bps ઘટી અને Q4fy21  ની સરખામણીમાં સ્લિપેજ રેશિયો 96 bps ઘટી ગયો.

વૈશ્વિક થાપણો ૪.૭૩% yoy વધીને જુન ૨૧ માં રૂ.૬,૨૩,૩૮૫ થઇ, સ્થાનિક થાપણો ૬.૭૧% yoy વધીને આ સમયગાળામાં રૂ.૫,૫૨,૩૦૩ કરોડ થઇ, ઘરેલુ CASA ૧૩.૮૦% yoy વધીને જુન ૨૧ માં રૂ.૨,૩૫૯૮૦ કરોડ અને CASA ૪૩.૨૨% થઇ તા.૩૦-૬-૨૦૨૧ ના રોજ બેન્કનો કુલ મુડી પર્યાપ્તતા ગુણોતર ૧૫.૦૭% થયો છે. જે માર્ચ ૨૧ માં ૧૧.૫૧% હતો. 

(2:40 pm IST)