Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

બહુચર્ચિત બ્રાહ્મણ યુવાનની હત્યા કરી લાશ જંગલમાં ફેંકી દેવાના કેસના મુખ્ય આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટના એક વકીલની સલાહથી આરોપીઓએ પુરાવાનો નાશ કર્યો હતોઃ હત્યાના બે વર્ષ બાદ ભાંડો ફુટયો હતોઃ ચોટીલાના બનાવમાં સુરેન્દ્રનગર સેસન્સ કોર્ટેનો ચુકાદો

રાજકોટ,તા.૫:સૌરાષ્ટ્રમાં ચકચારી જગાવનાર બ્રાહ્મણ યુવાન જે વાંકાનેરના અંતરિયાળ ગામડાઓના લોકસંપર્ક બાવળીયા વ્રૃજેશ જોશીનું અપહરણ કરીને હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની રેગ્યુલર જામીન અરજી સુરેન્દ્રનગરના ડીસ્ટ્રીકટ જજશ્રી એસ.વી. પિન્ટોએ ફગાવી દીધી હતીે.

આ અંગેની વિગત એવી  છે કે, આશરે બે વર્ષ પહેલા ચોટીલા પંથકમાં અજાણ્યા પુરૂષની લાશ મળતા ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધયો હતો.

આ બનાવના બે વર્ષ બાદ જયોતિષનો સહારો લેવાના પિતૃ કાર્ય કરવાનું કહેતા મૃતકના માતા-પિતા સુધી વ્રૃજેશને લીલ પરણાવવાની વાત પહોચતા હત્યાનું પ્રકરણ બહાર આવ્યું હતુ.

આ બનાવમાં મુખ્ય આરોપીએ અન્ય આરોપી સાથે રાજકોટના એક વકીલની સલાહ લેતા મૃતકની લાશનો નિકાલ કરવાની સલાહ આપી પુરાવાનો નાશ કરવાની સલાહ આપતા આ સમગ્ર બનાવમાં કેટલીક ચોંકાવનારી હકિકતો બહાર આવી હતી.

આ ગુન્હામાં તપાસના અંતે ડિ.સી.બી. પોલીસ મુખ્ય ત્હોમતદાર તેમજ અન્ય ત્હોમતદારો વિરૂધ્ધ કેસ નોંધેલ હતો. અન્ય ત્હોમતદારોની પુછપરછ દરમ્યાન આરોપીઓએ મરનારનું અપહરણ કરી ચોટીલા પંથકમાં હત્યા કરી જંગલમાં મૃતકની લાશ ેફેંકી દીધી હતી.

મુખ્ય ત્હોમતદારનું નામ આવતા મુખ્ય આરોપીએ આગોતરા જામીન અરજી સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કોર્ટમા કરેલ હતી. જે જામીન અરજી સુરેન્દ્રનગરના ડિસ્ટ્રીકટ જજ સાહેબશ્રી એસ.વીે. પીન્ટોશ્રીએ ફગાવી દીધેલ હતી.ત્યારબાદ આ ગુન્હોનો મુખ્ય આરોપી પ્રકાશ પ્રવિણભાઇ પીતળીયા રજુ થઇ જતા પોલીસે તેને જેલ હવાલે કરેલ હતો. ત્યારબાદ તેણે તેના વકીલ દ્રારા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી. જામીન અરજી સામે રાજકોટના મુળ ફરીયાદી તરફે એડવોકેટ અશ્વીનભાઇ ગોસાઇ તથા મોહિતભાઇ ઠાકરના લેખીત વાંધાઓ તથા દલીલો કરીને જણાવેલ કે, ઉપરોકત ગુનાનો મુખ્ય આરોપી ખુબજ પૈસા પાત્ર અને ખુબજ ચાલાક વ્યકિત છે, માસ્ટર માઇન્ડ છે, ગુન્હો કઇ રીતે છુપાવો તેવી કાયદાકીય વકીલની સલાહ લઇ કૃત્ય કરેલ છે તેમજ પુરાવાનો નાશ કરેલ છે. આવા સંજોગોમાં તેને જામીન ઉપર છોડી શકાય નહિ.

સુરેન્દ્રનગર જિલ્લા સરકારી વકિલ મનસુખભાઇ સભાણીની દલીલો તથા મુળ ફરીયાદી તરફે અશ્વીનભાઇ ગોસાઇ તથા મોહિતભાઇ ઠાકરની દલીલો તથા લેખીત વાધાંઓ ધ્યાને લઇ આ આગોતરા જામીન અરજી સુરેન્દ્રનગરના ડિસ્ટ્રીકટ જજશ્રી એેસ.વી. પિન્ટોએ ગુણ દોષના આધારે નામંજુર કરેલ હતી.

આ કામે સરકાર પક્ષે ડિ.જી.પીે. મનસુખભાઇ સભાણી તથા મુળ ફરીયાદી તરફે રાજકોટના એડવોકેટ પિયુષભાઇ શાહ, ધારાશાસ્ત્રી અશ્વીનભાઇ ગોસાઇ, પરેશભાઇ ઠાકર, મોહિતભાઇ ઠાકર, નિતેષ કથીરીયા, નિવીદ પારેખ, હર્ષીદ શાહ, ધનશ્યામ વાંક, કશ્યપ ઠાકર,રવિ મુલીયા,જીતેન્દ્ર ધુળકોટીયા,વિજય પટગીર ,વિજય વ્યાસ, જીતુ જોશી, ચિત્રાંક વ્યાસ, નેહાબેન વ્યાસ વિગેરે રોકાયેલ હતા.

(3:51 pm IST)