Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

નવા લોગો સાથે મારૂતિ કુરિયરનું નવુ કદમ : લોજીસ્‍ટીક ક્ષેત્રે નવી ઉંચાઇ મેળવવાનો લક્ષ્યાંક

૧૦ શહેરોમાં ફુલફીલમેન્‍ટ સેન્‍ટર્સ અને માઇક્રો ફુલફીલમેન્‍ટ સેન્‍ટર્સ ઉભા કરાશે : બે વર્ષમાં ૧૦,૦૦૦ પીનકોડ સુધી પહોંચવાની યોજના : ૨૦૨૫ સુધીમાં ૨૫ શહેરોમાં ૫૦૦ ઇ-વ્‍હીકલ્‍સ ઉમેરવાનો નિર્ણય

રાજકોટ તા. ૫ : ભારતની અગ્રણી કુરિયર અને લોજિસ્‍ટિક્‍સ કંપનીઓમાંની એક શ્રી મારૂતિ કુરિયર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડે પહેલી જુલાઈ, ૨૦૨૨ થી એક નવા અધ્‍યાયનો આરંભ કર્યો છે. અમદાવાદમાં હેડક્‍વાર્ટર ધરાવતી કંપનીએ તેની ઓળખ સમાન લોગોને અપગ્રેડ કરીને અને તેની વર્તમાન કોર્પોરેટ ઈમેજને સંપૂર્ણપણે બદલવા માટે અનેક ભાવિ યોજનાઓ સાથે નવું વિઝન રજૂ કર્યું છે.

આ પ્રસંગે શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી અજય મોકરિયાએ જણાવ્‍યું હતું કે શ્રી મારૂતિને નવા રૂપ અને નવી ઓળખ સાથે રજૂ કરતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. સમગ્ર ભારતના ગ્રાહકો, ચેનલ પાર્ટનર્સ અને ટીમના સભ્‍યોના અવિરત સહયોગ, સહકાર અને સાથના પગલે શ્રી મારૂતિ આજે સફળતાના નીત-નવા શિખરો સર કરી રહી છે. ૧૯૮૫ માં સ્‍થાપના બાદ શ્રી મારૂતિએ માર્કેટમાં તેની સ્‍થિતિ વધુ મજબૂત બનાવવામાં ઝળહળતીસફળતા હાંસલ કરી છે. નવા વિઝન સાથે અમે શ્રેણીબદ્ધ નવી પહેલ આદરી રહ્યા છીએ અને લોજિસ્‍ટિક ઈન્‍ડસ્‍ટ્રીમાં ટોચના સ્‍થાન પહોંચવા માટે કૃતનિશ્ચયી છીએ.

વર્તમાન કેલેન્‍ડર વર્ષના અંત સુધીમાં શ્રી મારૂતિ ભારતના ૧૦ મુખ્‍ય શહેરોમાં ફુલફીલમેન્‍ટ સેન્‍ટર્સ/માઈક્રો ફુલફીલમેન્‍ટ સેન્‍ટર્સ ઊભા કરશે. આ ફુલફીલમેન્‍ટ સેન્‍ટર્સ એક્‍સક્‍લુઝિવલી ડીટુસી બિઝનેસ અને ઈમર્જિંગ સ્‍ટાર્ટ-અપ્‍સ માટે ઊભા કરવામાં આવશે. ૫,૦૦૦-૫૦,૦૦૦ સ્‍ક્‍વેર ફીટની સાઈઝ સુધીના આવા સેન્‍ટર્સ માટે અલ્‍ટ્રા-મોર્ડન મશીનરી અને ઈક્‍વિપમેન્‍ટ્‍સ ખરીદવા આગામી ત્રણ વર્ષમાં મોટાપાયે રોકાણની યોજના છે.

એક ગ્‍લોબલ કંપની બનવાના લક્ષ્ય સાથે શ્રી મારૂતિ હવે ફિઝિકલ ટુ ડિજિટલ અપ્રોચ, ગ્રાહકોની વધી રહેલી માંગ સંતોષવા, ગ્‍લોબલ ટ્રેન્‍ડનું અનુસરણ કરીને તેનો અમલ કરવા, સતત બદલાતી જતી ટેક્‍નોલોજી સાથે તાલ મિલાવવા અને હાલના મેનપાવરને વધુ સશક્‍ત બનાવવા પર વધુ ધ્‍યાન આપી રહી છે.

આ સાથે આગામી બે વર્ષમાં ભારતમાં ૧૦,૦૦૦ પિન કોડ સુધી પહોંચવાની પણ યોજના છે.

ભારતની લોજિસ્‍ટિક ઈન્‍ડસ્‍ટ્રીમાં ઝડપથી આવી રહેલા પરિવર્તનોને ધ્‍યાનમાં રાખીને શ્રી મારૂતિએ બિઝનેસ ડેવલપમેન્‍ટ, ચેનલ ડેવલપમેન્‍ટ,નેટવર્ક એક્‍સપાન્‍સન, ડાયરેક્‍ટ બિઝનેસ, ઈન્‍ટરનેશન સર્વિસીઝ અને ડોમેસ્‍ટિક કાર્ગો વર્ટિકલ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

ગ્રાહકોને ઝડપી, સલામત અને વધુ કાર્યક્ષમ સેવાઓ પહોંચાડવા માટે કંપનીએ મોટાપાયે ડિજિટલ ટ્રાન્‍સફોર્મેશન પ્રક્રિયા હાથ થરી છે. પર્યાવરણને અનુકૂળ અને ટેક-એનેબલ્‍ડ સોલ્‍યુશન્‍સના ભાગરૂપે શ્રી મારૂતિએ રિટેલ કસ્‍ટમર્સને કન્‍સાઈનમેન્‍ટ નોટ્‍સની હાર્ડ કોપીના બદલે ડિજિટલ કોપી આપવાનું શરૂ કર્યું છે.

ભારતીય લોજિસ્‍ટિક્‍સ ક્ષેત્રે નવા અધ્‍યાયનો આરંભ કરતાં કંપનીએ ઈ-વ્‍હીકલ્‍સ દ્વારા ઈકો-ફ્રેન્‍ડલી ડિલિવરી સર્વિસની શરૂઆત માટે ભારતના પાંચ શહેરોમાં પાઈલોટ પ્રોજેક્‍ટ શરૂ કર્યો હતો. આ પાઈલોટ પ્રોજેક્‍ટને મળેલી સફળતાના પગલે હવે કંપની વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતના ૨૫ શહેરોમાં તેની ફ્‌લીટમાં ૫૦૦ ઈ-વ્‍હીકલ્‍સ ઉમેરવાની યોજના ધરાવે છે.

વર્તમાન સમસ્‍યાઓના નિરાકરણ માટે લોજિસ્‍ટિક્‍સ કંપનીઓએ આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ, બ્‍લોકચેઈન અને અન્‍ય ટેક્‍નોલોજીકલ સોલ્‍યુશન્‍સ પર વધુ ધ્‍યાન આપવાની જરૂર છે. મેકેન્‍ઝીના ટ્રાવેલ, લોજિસ્‍ટિક્‍સ, અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પ્રેક્‍ટિસના મતે એડવાન્‍સ્‍ડ ટેક્‍નોલોજીની મદદથી લોજિસ્‍ટિક્‍સ કોસ્‍ટમાં ૨૫ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે અને કંપનીઓ વધુ ઉત્‍કૃષ્ટ સર્વિસ આપી શકે તેમ છે. ડેટાને વધુ સારી અને મુક્‍ત રીતે પ્રમોટ કરતી ટેક્‍નોલોજી (જેમ કે લોજિસ્‍ટિક્‍સ પ્રોવાઈડર્સને ઈન્‍ફોર્મેશન શેર કરવી) પહેલા કરતાં વધારે મહત્‍વની બની જશે.

કંપનીઓએ તેમના કર્મચારીઓને તેમની સ્‍કીલ્‍સ ઈમ્‍પ્રૂવ કરીને ડિજિટલ ફ્‌યુચર માટે તૈયાર કરવા માટેની તૈયારીઓ પણ આરંભી દીધી છે.

(3:14 pm IST)