Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

અનશન આરાધક નગીનદાસભાઇ સંઘવી બન્‍યા પૂ. મનનમુનિજી મ.સા.: દીક્ષા યોજાઇ

પૂ. ગુરૂભગવંતશ્રી રાજેશમુનિ મ.સા.એ કરેમી ભંતેના પાઠ ભણાવ્‍યા: આજીવન અનશન અરાધના ગ્રહણ કરીઃ શિતલનાથ સંઘ-મીલપરા ખાતે પૂ.શ્રીના દર્શન-વંદનનો લાભ

રાજકોટ તા. પઃ ગોંડલ ગચ્‍છના ‘જશ' પરિવારના સ્‍થવિર ગુરુભગવંત પૂજયશ્રી પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્‍યરત્‍ન આગમ અર્ક દર્શક, ચારિત્રનિષ્‍ઠ, તપસ્‍વીરાજ પૂજય ગુરુભગવંત શ્રી રાજેશમુનિ મહારાજ સાહેબની અનંતી-અનંતી કૃપા થકી શ્રેષ્‍ઠીવર્ય નગીનદાસ જગજીવનભાઇ સંઘવીની જૈન ભાગવતી દીક્ષા શ્રી રાજગુરુભગવંતના શ્રીમુખે પ્રતિક્રમણ, પ્રાયヘતિ આલોચના આદિ દ્વારા શુધ્‍ધીકરણ કરી પંચ મહાવ્રત ધારણ કરી ગોંડલ ગચ્‍છના ‘જશ' પરિવારના પૂજયશ્રી રાજગુરુભગવંતના સુશિષ્‍ય શ્રી મનનમુનિજી મહારાજ સાહેબ બન્‍યા.

સંઘરત્‍ન નગીનદાસભાઇની ઉત્‍કૃષ્‍ટ ભાવના સંઘવી પરિવાર પૂર્ણ થાય તેવી વિનંતી પૂજય શ્રી રાજગુરુભગવંતને વારંવાર કરેલ. જે પૂજયશ્રી ગુરુભગવંતની કૃપાથી સંપન્‍ન પણ થઇ. તા. ર૯ જુનથી નગીનદાસભાઇને સંથારાનો પ્રારંભ થયો અને ૪ જુલાઇએ સાંજે મંગલ ઘડીએ પ-રપ વાગ્‍યે જૈન ભાગવતી દીક્ષા પણ ગ્રહણ કરી. નગીનભાઇ મહાભાગ્‍વાન કે પૂજય શ્રી રાજગુરુભગવંતની નિશ્રામાં ત્રણેય મનોરથ પૂર્ણ કરવાનો અપૂર્વ લાભ મળ્‍યો.

શ્રી શીતલનાથ સંઘની મંગલ પ્રારંભથી જ અનેક અનુષ્‍ઠાનો વિશિષ્‍ટરૂપે થઇ રહેલ છે અને હવે તો જૈન શાસનની શોભામાં કળશરૂપ શ્રી સંઘમાં દીક્ષા અંગીકારનો મંગલ પ્રસંગ ઉજવાયો અને સાથે સાથે આજીવન અનશન આરાધના જે ભાગ્‍યે જ સાંભળવા અને જોવા મળતી હોય આવી ઉત્તમ આરાધના કરનાર સાધકના દર્શન-વંદનનો લાભ મળવો એક મોટો લહાવો છે. નવદીક્ષિત અનશન આરાધક પરમ પૂજય મનનમુનિજી મહારાજ સાહેબના દર્શન વંદનનો લાભ સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ અને સાંજે ૪-૩૦ થી ૬-૩૦ દરમ્‍યાન થવાની સંભાવના હોય છે.

(4:17 pm IST)