Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ફિલ્મ અધુરી મુકી સુમિત બાજુના રૂમમાં ગયો, લટકી ગયો...જિંદગીનો ધી એન્ડ

સગાઇ તૂટી જતાં અને કામધંધો ન ચાલતાં ચુનારા રજપૂત યુવાન કેટલાક દિવસથી મુંજવણમાં હતોઃ ચુનારાવાડનો બનાવ

રાજકોટ તા. ૫: ઘણીવાર અચાનક માણસ  ે શું વિચારી લે અને શું કરી બેસે તેની ખબર પડતી નથી. ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગર-૨માં રહેતાં ચુનારા રજપૂત યુવાને કંઇક આવુ જ કર્યુ હતું. સુમિત વિનુભાઇ સોલંકી (ઉ.૨૫) સવારે અગિયારેક વાગ્યે એક રૂમમાં પિત્રાઇ ભાઇ અને ફઇના દિકરા સાથે કેસરી ફિલ્મ જોઇ રહ્યો હતો અને અચાનક ફિલ્મ પડતી મુકી બાજુના રૂમમાં જતો રહ્યો હતો. સુમિત પાછો કેમ ન આવ્યો? એ જાણવા ફઇનો દિકરો તેના રૂમમાં જોવા જતાં સુમિત લટકતો જોવા મળ્યો હતો...તેને તાકીદે નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેની જિંદગીનો ધી એન્ડ થઇ ગયાનું જાહેર થતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. સિવિલ હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે આ બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર સુમિતના માતા-પિતા હયાત નથી. તે છુટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. બે ભાઇ અને બે બહેનમાં મોટો અને અપરિણીત હતો. તેમજ મોટા બાપુ સાથે રહેતો હતો. સ્વજનોના કહેવા મુજબ થોડા સમય પહેલા જ સુમિતની સગાઇ તૂટી ગઇ હતી. ત્યારથી તે ગુમસુમ રહેતો હતો અને હાલમાં કામધંધો પણ બરાબર ચાલતો ન હોઇ તેના કારણે પણ ટેન્શનમાં રહેતો હતો. આજે બપોરે ફિલ્મ જોવાનું પડતું મુકી બીજા રૂમમાં ગયો હતો  અને ફાંસો ખાઇ જિંદગીનો અંત આણી લીધો હતો.

(4:17 pm IST)