Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ - સી.એમ. પૌષધશાળાના આંગણે મહાસતીજીઓનો ચાતુર્માસ પ્રવેશ

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના તપ સમ્રાટ પૂ.શ્રી રતિલાલજી મહારાજ સાહેબ એવમ અપૂર્વશ્રૃત આરાધિકા પૂ.લીલમબાઈ મહાસતીજી આજ્ઞાનુંવતિ સુશિષ્યા આદર્શયોગિની પૂ. પ્રભાબાઈ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. વનિતાબાઈ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. રાજેમતિબાઈ મહાસતી જી, સાધ્વીરત્ના પૂ. સુનીતાબાઈ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. રેણુકાબાઈ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. શ્વેતાંસીબાઈ મહાસતીજી આદી ઠાણા-૬ પધારતા શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ. પૌષધ શાળામાં મંગલ પ્રવેશ સંપન્ન થયો. શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના બન્ને મંડળના બહેનો દ્વારા કળશ – અષ્ટ મંગલ, બત્રીસ આગમ શાસ્ત્રથી ખૂબ જ સરસ રીતે પૂ.સાધુ-સાધ્વીજી નું સ્વાગત કરવામાં આવેલ હતું.

 ગુજરાતરત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ. સા. ની નિશ્રામાં એવમ પૂ. જશ-ઉતમ-પ્રાણ સંધાણી પરિવારના મહાસતીજીઓના સાનિધ્યે અષાઢીબીજના રોજ ધર્મવત્સલા અંજનાબેન રાજેશભાઈ કામદારના નિવાસ સ્થાનેથી કામદાર પરિવાર દ્વારા નવકારશી સાથે શ્રી સકલ સંઘે શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ – સી.એમ. પૌષધશાળા ઓમાનવાળા ઉપાશ્રય તરફ પ્રયાણ કરી શ્રી સંઘના સિલ્વર જયુબિલી વર્ષમાં ચાતુર્માસ મંગલ પ્રવેશ કર્યો.

  મંગલ પ્રવેશ બાદ મંગલાચરણ સ્વાગત ગીત પ્રાસંગિક પ્રવચન તેમજ વિવિધ શુભેચ્છાઓ આપી હતી. ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા. મંગલા ચરણ સાથે ચાતુર્માસમાં શુભેચ્છાઓ અને આશિર્વાદ આપેલ હતા તેમજ માંગલીક ફરમાવેલ હતું. શેઠ ઉપાશ્રય જૈન સંઘથી સદાનંદી પૂ. સુમતિબાઈ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. સંગીતાબાઈ મહાસતીજી તથા સાધ્વીરત્ના સ્મિતાબાઈ મહાસતીજીઓએ શુભેચ્છાઓ પાઠવેલ હતી તેમજ પૂ.સુમતિબાઈ  મહાસતીજીએ આશિર્વચન ફરમાવેલ હતુ.

સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ એ સાકરના પડા તથા શુભેચ્છાઓ પાઠવેલ હતી. ચાતુર્માસ મંગલ પ્રવેશમાં ડોલર ભાઈ કોઠારી, અશોકભાઈ મોદી, વિરેશભાઈ ગોડા, ટી.આર.દોશી, સુરેશભાઈ કામદાર, હરેશભાઈ વોરા, મધુભાઈ સદર, કિશોરભાઈ દોશી, કનુભાઈ બાવીશી, ભાવેશભાઈ શેઠ, રજનીભાઈ  બાવીશી, કૌશિકભાઈ વિરાણી, હિતેશભાઈ બાટવીયા  તેમજ વિશાળ ભકતજનો સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના પદાધિકારીઓ, ટ્રસ્ટીશ્રીઓ, શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહી ભવ્ય ચાતુર્માસ મંગલ પ્રવેશ નો લાભ લીધેલ હતો.

(4:00 pm IST)