Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ધરમનગર કવાર્ટર પાસે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

રાજકોટ તા ૫  : રૈયાધાર ધરમનગર આવાસ યોજના કવાર્ટરની પાછળ કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ એમ.વી. રબારી તથા રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. એ.એલ આચાર્યના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. રબારી, હેડ કોન્સ. હરેશભાઇ, રાજેશભાઇ, હરપાલસિંહ, રવિરાજસિંહ, મુકેશભાઇ અને પુષ્પરાજસિંહ સહિતે દરોડો પાડી કવાર્ટરમાં રહેતા જગદીપગીરી કિશોરગીરી (ઉ.વ.૨૧), કૃણાલ વિજયભાઇ વાઘેલા (ઉ.વ.૨૪), અને આનંદ પ્રભાતભાઇ ચાવડા (ઉ.વ.૨૩) ને પકડી લઇ રૂા ૧૨૩૨૦/- ની  રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:47 pm IST)