Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

નાણામંત્રી નિર્મલા સીતારમનના બજેટથી દેશનો વિકાસ હરણફાળ ભરશે

કેન્દ્રીય બજેટને આવકારતા મ્યુ.કોર્પોરેશનનાં પદાધિકારીઓ

રાજકોટ,તા.૫: ભારત સરકારના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમને સને ૨૦૧૯-૨૦નું કેન્દ્રીય બજેટ રજુ કરેલ છે. આ બજેટથી દેશના વિકાસની હરણફાળ ભરશે.તેમ મેયર બિનાબેન આચાર્ય, ડે,મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર સહિતનાં પદાધિકારીઓએ સંયુકત યાદીમાં જણાવ્યુ છે. આ અંગે પદાધિકારીઓએ  જણાવ્યુ હતુ કે, દેશના તમામ વર્ગને ધ્યાનમાં રાખી જુદી જુદી યોજનાઓ માટે પુરતી બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે પ્રાધાન્ય આપવામાં આવશે. જેમ કે દરેક ગામડાને વીજળી, અને એલ.પી.જી. ગેસ, દરેક પંચાયતને ઈન્ટરનેટથી જોડાશે, ગાંધીપીડિયાથી ગાંધી વિચારોનો વિસ્તાર, દરેક ઘરને જળ યોજના દાખલ, નવી શિક્ષણ નીતિ, વિશ્વભરમાં ભારતને શિક્ષણનું હબ બનાવાશે, ઉચ્ચ શિક્ષણ માટે રૂ.૪૦૦ કરોડ જેવી માતબર રકમની જોગવાઈ કરેલ છે, ૧ કરોડ વિદ્યાર્થીઓ માટે સ્કીલ યોજના, આ ઉપરાંત વિદેશમાં નોકરી મળે તે માટે પ્ર-શિક્ષણ શરુ કરાશે, ભારત ખેતી પ્રધાન દેશ હોઈ, ખેડૂતો માટે પણ અનેક યોજનાઓ લાવવામાં આવી છે. આમ, નાણામંત્રીશ્રી દ્વારા ભારત દેશના ગરીબ, માધ્યમ, શ્રમિક, નોકરિયાત, ખેડૂત સહિતના તમામ વર્ગને ધ્યાનમાં રાખી, બજેટ આપેલ છે. એકંદરે આ બજેટ સમાજના છેવાડાના માનવીથી શરૂ કરી તમામ લોકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરતુ બજેટ છે.

(3:36 pm IST)