Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

બેકારીથી કંટાળી મોચીબજારના વાલ્મિકી યુવાન કરણે ઝેર પીધું

રાજકોટ તા. ૫: મોચીબજાર શ્રધ્ધાનંદ હરિજનવાસમાં રહેતાં કરણ દિપકભાઇ ઝાલા (ઉ.૨૪) નામના વાલ્મિકી યુવાને ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. કરણના કહેવા મુજબ હાલમાં તેને કોઇ કામધંધો મળતો ન હોઇ બેકારીથી કંટાળી જતાં આ પગલું ભર્યુ હતું. તેને સંતાનમાં એક પુત્રી છે.

(11:43 am IST)