Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ઓરી રૂબેલા રસીકરણમાં રાજકોટ રાજયમાં અવ્વલ

મ્યુ.કોર્પોરેશનની કામગીરીની યુનીસેફે નોંધ લીધીઃ મેયર બીનાબેન, સ્ટે.ચેરમેન ઉદય કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે અધિકારીઓ અને રાજકોટની પ્રજાને અભિનંદન પાઠવ્યા

 રાજકોટ,તા.૪: ઓરી રૂબેલા રસીકરણ અભિયાનમાં રાજકોટ મહાનગરપાલિકાની પ્રચાર-પ્રસાર, પૂર્વતૈયારી તથા અમલીકરણની કામગીરીને યુનિસેફ દ્વારા ચકાસવામાં આવેલ હતી. ગુજરાતમાં ૩૩ જીલ્લા તથા આઠ મહાનગરપાલિકામાં સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રેષ્ઠ કામગીરી બદલ પદાધિકારીશ્રીઓને અભિનંદન પાઠવેલ હતા.આ અંગે  વિશેષ માહિતી આપતા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારશ્રી દ્વારા ભારત સરકાર દ્વારા ૦૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે મીઝલ્સ રૂબેલા રસીકરણની કામગીરી ૧૬ જુલાઈ ૨૦૧૮ થી ચાલુ કરવામાં આવેલ હતી. આ અભિયાનમાં રાજયના ૩૩ જીલ્લા તથા ૮ મહાનગરપાલિકાના ૦૯ માસથી ૧૫ વર્ષ સુધીના ૧.૫૨ કરોડથી વધારે બાળકોને  રસીકરણ કરવાનું અભિયાન હતું. આ કામગીરીમાં ગુજરાતના જુદા જુદા જીલ્લા, કોર્પોરેશનની સારી તથા નવા અભિગમની રાજય સરકાર તથા યુનિસેફ દ્વારા પ્રકાશીત બુકલેટમાં રાજકોટ મહાનગરપાલિકાની ગુજરાત રાજયમાં સર્વશ્રેષ્ઠ કામગીરી માટે મળેલ એવોર્ડ માટે કરેલ જુદી જુદી કામગીરીને બિરદાવેલ છે. અ

 વધુમાં જયમીનભાઇએ જણાવ્યુ હતુ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આખા રાજયમાં  કરેલ એવોર્ડ વિજેતા સર્વશ્રેષ્ઠ કામગીરી માટે નીચેની વિગતોએ નોંધ લેવાયેલ છે.જેમાં યુનિસેફ (યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ) ૧૧ ડિસેમ્બર ૧૯૪૬ થી કાર્યરત છે. જેના દ્વારા બાળકો અને માતાને આહાર (ખોરાક) રસીકરણ અને આરોગ્ય સંભાળ પ્રદાન કરવામાં આવે છે. રાજકોટ શહેરની ખાનગી ઉચ્ચસ્તરીય શાળાઓમાં આખા રાજયમાં કાર્યક્રમ અમલીકરણ અંગેનો નવો અભિગમ રાજકોટ મહાનગરપાલિકાએ અપનાવેલ હતો જેની નોંધ લેવાયેલ હતી. રાજકોટ મહાનગરપાલિકાની પ્રચાર પ્રસાર પ્રવૃત્ત્િ।એ યુનિસેફે ખાસ નોંધ લીધેલ હતી.

મેયરશ્રી, આરોગ્ય ચેરમેન શ્રી, કમિશનરશ્રીની ચેમ્બરમાં અભિયાનના કટઆઉટની નોંધનીય કામગીરી હતી તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયુ હતુ.

(3:26 pm IST)