Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

નવનિર્માણાધીન ઇન્ટરનેશનલ એરપોર્ટ આસપાસના પાંચ ગામો અને એરપોર્ટ વિસ્તારનો રાજકોટ પોલીસ કમિશનરેટમાં સમાવેશ

બામણબોર, નવાગામ, ગુંદાળા, ગારીડા અને જીવાપર આજથી રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની કાયદો વ્યવસ્થાની હદમાં આવશેઃ અષાઢી બીજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું જાહેરનામુ : બામણબોર ખાતે હવે કુવાડવા પોલીસની ચેકપોસ્ટ કાર્યરત

રાજકોટ તા. ૪: આજના અષાઢી બીજના શુભ દિવસે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરના કુવાડવા રોડ પોલીસ મથકની હદમાં સુરેન્દ્રનગર જીલ્લાના પાંચ ગામોનો સમાવેશ કરતાં હવેથી આ ગામો કુવાડવા રોડ પોલીસ મથકની કાયદો વ્યવસ્થાની હદમાં આજથી સામેલ થઇ ગયા છે. નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ પામી રહ્યું હોઇ આ એરપોર્ટનો કુવાડવા રોડ પોલીસ મથક હેઠળ સમાવેશ કરાયો છે તો સાથો સાથ એરપોર્ટ આસપાસના સુરેન્દ્રનગર જીલ્લાના પાંચ ગામોને પણ કુવાડવા પોલીસની હદમાં ભેળવી દેવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક જાહેરનામુ બહાર પાડી કુવાડવા રોડ પોલીસ મથકની નવી હદની માહિતી આપી છે. જે નવા ગામોનો આ પોલીસ મથકની હદમાં સમાવેશ થયો છે તેમાં બામણબોર, નવાગામ (બા), પારેવાડા, ગારીડા, જીવાપર (બા), કુચીયાદડ, બેટી, બેટી રામપર, હિરાસર, પારેવાડા, મેસવડા, સાતડા સહિતના ગામોનો સમાવેશ થાય છે.

નવું એરપોર્ટ નિર્માણ પામી રહ્યું હોઇ તે પણ રાજકોટ શહેરમાં સમાવીશષ્ટ હોઇ એરપોર્ટનો કુવાડવા રોડ પોલીસ મથકની હદમાં સમાવેશ કરાયો છે. આ અગાઉ બામણબોર, નવાગામ (બા), ગુંદાળા, ગારીડા, જીવાપર (બા) એમ પાંચ ગામ મહેસુલી રાહે રાજકોટ જીલ્લામાં સમાવિષ્ટ હતાં. જનો હવેથી પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

હાલમાં કુવાડવા રોડ પોલીસ મથક હેઠળ વિસ્તારમાં જે ચેકપોસ્ટ કાર્યરત છે તે હવે પછી બામણબોર ખાતે હાઇવે પર કાર્યરત કરવામાં આવશે.

(3:27 pm IST)