Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

સમરસમાં કોરોનાનો એકપણ દર્દી નહિ : મ્યુકરના ૧૭પ દર્દી કેન્સર કોવીડમાં પુરવઠાના સ્ટાફની આજથી ડયુટી પુરી

બંને સ્થળે નાયબ મામલતદારો-અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું : કેન્સરમાં નોન કોવીડના હજુ ૬૦ પેશન્ટઃ પરંતુ હવે ડોકટરો- નર્સીગ સ્ટાફ ફરજ બજાવશે

રાજકોટ, તા.પ : કોરોના કાળમાં કલેકટર તંત્ર માટે સમરસ અને કેન્સર કોવીડ-હોસ્પિટલ ભારે આર્શીવાદ રૂપ બની રહી, સમરસ ખાતે સીટી પ્રાંત-ર ચરણસિંહ ગોહિલ, રૂરલ પ્રાંતશ્રી દેસાઇ, મામલતદારશ્રી કથીરીયા, શ્રી દંગી તથા અન્ય સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ કલોક ડયુટી બજાવાઇ. જયારે કેન્સર કોવીડ હોસ્પિટલ ખાતે ડીએસઓશ્રી પૂજા બાવડા અને તેમના પુરવઠાના ઇન્સ્પેકટરો હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા, મોરી, હાંસલીયા, ગીણોયા, દઢાણીયા અને ૬ તલાટી દ્વારા રાઉન્ડ ધ કલોક દર્દીઓની સેવા કરાઇ હતી.

દરમિયાન સમરસ ખાતે કોરોનાનો એકપણ દર્દી નહિ હોવાનું અને મ્યુક્રોસીસના ૧૭પ દર્દી હોવાનું સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલે જણાવ્યું હતું. જયારે કેન્સર કોવીડમાં નોન કોવીડના હાલ ૬૦ દર્દી સારવારમાં હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

દરમિયાન આજે બંને સ્થળે વૃક્ષારોપણ કરાયું હતું. કેન્સર ખાતે રપ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યાનું કિરીટસિંહ ઉમેર્યુ હતું.

સમરસ ખાતે પ્રાંત અધિકારીઓ ચરણસિંહ ગોહીલ, વિરેન્દ્ર દેસાઇ, ડો. મેહુલ પરમાર, ડો. પીપળીયા, ડો. ભૂડીયા, મધુકર પંડયા, હરેશ ચાવડા, મેરૂમ સંગીતા, જય રાજાવઢા, રવીરાજસિંહ, રઘુવીરસિંહ, કર્મરાજસિંહ તથા તમામ મેડીકલ-નર્સીગ સ્ટાફ દ્વારા તુલસીના રોપા સહિતના વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું.

(4:00 pm IST)