Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

આંબેડકરનગરના સોનીબેન દાફડાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૫: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતાં સોનીબેન સંજયભાઇ દાફડા (ઉ.વ.૩૭) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. સોનીબેનને કેન્સરની ગાંઠની બિમારી હતી. ગત સાંજે તબિયત બગડતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. થોડા દિવસો પહેલા તમેના પતિનું પણ બિમારીથી મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી.

(1:17 pm IST)