Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

બામણબોરના પુલ પર કાર ગોથુ ખાઇ ગઇઃ પરિવાર ગાંધીધામથી જુનાગઢ જઇ રહ્યો હતોઃ બાળકીને ઇજા

રાજકોટઃ બપોરે બામણબોરના પુલ ઉપર ક્રેટા કાર નં. જીજે૧૨ડીએ-૮૫૪૮ એકાએક પલ્ટી મારી ઉંધી થઇ જતાં કારમાં નુકસાન થયું હતું. જાણવા મળ્યા મુજબ કારમાં ગાંધીધામનો પરિવાર હતો અને આ લોકો જુનાગઢ તરફ જઇ રહ્યા હતાં. જેમાંથી એક બાળકીને ઇજા થતાં સારવાર માટે રાજકોટ તરફ લઇ જવામાં આવી હતી. તસ્વીરમાં ઉંધી વળેલી કાર જોઇ શકાય છે.

(3:54 pm IST)