Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

જનતાની જીતઃ વિજ બીલ માફ પ્રશ્ને કોંગ્રેસના આંદોલનને મળી સફળતા

જસવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલ અનડકટ તથા રણજીત મુંધવાની આગેવાનીમાં રજુઆતો કરવામાં આવી હતી.

રાજકોટ, તા., ૫: વિજ બીલમાં ર૦૦ યુનીટ નીચે આવતુ હોય તેનું બીલ માફ કરવા કોંગી આગેવાન ભટ્ટી, અનડકટ, મકવાણા તથા મુંધવા સહીતના દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ગઇકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આત્મ નિર્ભર ગુજરાત અંતર્ગત ૧૪૦૦૦ કરોડ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનામાં વિજ બીલમાં ર૦૦ યુનીટની નીચે આવતા બીલમાં ૧૦૦ યુનીટ બીલમાં રાહત આપવામાં આવશે.

વીજ બીલ માફી કરવા પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. આ પ્રશ્ને લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો અને પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વિજ બીલમાં રાહત પેકેજમાં ૧૦૦ યુનીટ માફ કરવાની જાહેરાત કરતા જનતાની જીત થઇ છે. કોંગ્રેસની આ લડતને આંશીક સફળતા મળી હોવાનું તથા હજુ વધુ ૧૦૦ યુનીટ માફ કરી ગરીબોને વધુ રાહત આપવામાં આવે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી રજુઆત કરવામાં આવશેતેવું જસવંતસિંહ ભટ્ટી, ગોપાલભાઇ અનડકટ, ડી.પી.મકવાણા અને રણજીતભાઇ મુંધવાની યાદીમાં જણાવાયુ છે.

(3:50 pm IST)