Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસઃ ૧પ ઝડપાયા

રાત્રે કારણ વગર બહાર નિકળનારા જાહેરનામાનો ભંગ કરનારા છ પકડાયા

રાજકોટ તા. પ : શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી દારૂ અંગે ડ્રાઇવ રાખવામાં આવી હતી પોલીસે જુદા-જુદા વિસ્તારમાં દરોડા પાડી ૧પ દેશી દારૂના ધંધાર્થીઓને પકડી કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદની સુચનાથી શહેરના અલગ-અલગ વિસ્તારમાં દેશી દારૂ અંગે ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં બીડીવીઝન પોલીસે મોરબી રોડ વેલનાથપરા સામેથી રૂ.૬૦ ના દેશી દારૂ સાથે અરૂણ વીરજીભાઇ પાથર, ગણેશ નગરમાંથી રૂ. ૬૦ ના દેશી દારૂ સાથે જીતેન્દ્ર બાબુભાઇ પરમાર, થોરાળા પોલીસે ચુનારાવાડ શેરી નં. રમાંથી રૂ. ૪૦ ના દેશી સાથે પરાગ સુરાભાઇ ડોડીયા, ભકિતનગર પોલીસે ઢેબર કોલોની ઝુપડપટ્ટી પાસેથી રૂ.૧૦૦ નો દેશી સાથે કાંતા દોલુભાઇ ચુડાસમા, સંતોષ ધીરૂભાઇ સોલંકી, મંજુ જીતુભાઇ વાઘેલા, તથા કુવાડવા રોડ પોલીસે કુવાડવા જીઆઇડીસી પાસેથી રૂ.૬૦ ના દેશી સાથે ભરત રવજીભાઇ કોબીયા, નાકરાવાડી બસ સ્ટેન્ડ પાસેથી જગદીશ દેવશીભા સાડમીયાને રૂ. ૧૦૦ ના દેશી સાથે, તથા આજી ડેમ પોલીસે રૂ.૧૬૦ ના દેશી સાથે અનીલ જગદીશભાઇ મકવાણા, ઢેબચડા પાસેથી રૂ.૮૦ ના દેશી સાથે ધના સવસીભાઇ જખાણીયા, તથા ગાંધીગ્રામ પોલીસે હનુમાન મઢી ચોક છોટુનગર મફતીયાપરામાંથી રૂ.૮૦ ના દેશી સાથે શોભના મેહુલભાઇ વાજેલીયા, તથા તાલુકા પોલીસે કાલાવડ રોડ જડુસ હોટલ પાછળ મફતીયારામાંથી રૂ.૮૦ ના દેશી સાથે ચંપા ધીરૂભાઇ દેવીપૂજક ભીમનગર પાછળથી રૂ.૬૦ના દેશી સાથે ઉમેશ મોહનભાઇ ચાવડા, વાવડી મેઇન રોડ પરથી રૂ.૮૦ ના દેશી દારૂ સાથે હનીફ હુસેનભાઇ સંધી, અને યુનિવર્સિટી પોલીસે રૈયાગામ જુનાવાસ પાસેથી રૂ.ર૦૦ ના દેશી સાથે પ્રવિણ તેજાભાઇ જોરીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.  જયારે કોરોના મહામારી અંતર્ગત રાત્રે નવ ઘરની બહાર ન નિકળ્યા અંગે જાહેરનામુ હોવા છતા કારણ વગર નિકળનારા લોકો સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે જેમાં થોરાળા પોલીસે ચુનારાવાડ ચોકમાંથી કર્ફયુ ભંગ કરનાર ભાવેશ બીજલભાઇ જરીયા, તથા ભકિતનગર પોલીસે હરીધવા રોડ પરથી ધવલ દીનેશભાઇ ભુત, કેયુર મનસુખભાઇ વોરા તથા આજીડેમ પોલીસે કોઠારીયા રોડ રણુજા મંદિર પાસેથી મયુર બાબુભાઇ જેસડીયા, તથા પ્રનગર પોલીસે જામટાવર ચોક પાસેથી કુશનસિંહ સુખદેવસિંહ પરમાર, તથા તાલુકા પોલીસે જગન્નાથ ચોક સામે ભોલા પ્રોવીઝન સ્ટોર નામની દુકાન દુલ્લી રાખનાર વીનોદ ફુલચંદભાઇ જાજલને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:13 pm IST)