Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

નેશનલ યુથ એવોર્ડ માટે ઉમેદવારોની શોધઃ અરજીઓ મોકલો

વિવિધ ક્ષેત્રે સિધ્ધીઓ હાંસલ કરી હોય

રાજકોટઃ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર સદર વ્યકિત તથા સેવાભાવી સંસ્થાઓએ રાષ્ટ્રના વિકાસ અર્થે કરેલી પ્રવૃતિઓ, સામાજિક સેવાઓ જેવી કે સ્વાસ્થ્ય, શોધ, નવીનીકરણ, સાંસ્કૃતિક વારસો, માનવધિકારોનો પ્રચાર, કળા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધિઓ, સક્રિય નાગરિકતા, સમાજ સેવા, રમત ગમત તથા સ્માર્ટ શિક્ષણ જેવા ક્ષેત્રે અસાધારણ પ્રવૃતિઓ કરેલ હોય તેવા ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવાઓને પ્રોત્સાહન મળે તે હેતુસર નેશનલ યુથ એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.

  જે અન્વયે વર્ષ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ તથા વર્ષ ૨૦૧૮-૨૦૧૯ના નેશનલ યુથ એવોર્ડ માટે તા. ૨૦-૦૬-૨૦૨૦ સુધીમાં My Gov Portalની લિંક ઉપર નોમિનેશન હેતુ મંગાવવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લામાં રહેતા એવા વ્યકિતઓ કે સંસ્થાઓ કે જેમણે છેલ્લા ૩ વર્ષ દરમિયાન અસાધારણ પ્રવૃતિઓ અને સિધ્ધીઓ હાંસલ કરી હોય તેમણે નેશનલ યુથ ઓવોર્ડ અંગેના ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી C /0 જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ૭/૨ બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટથી પ્રાપ્ત કરીને તા. ૧૨-૦૬-૨૦૨૦ સુધીમાં જમા કરવાના રહેશે તેમ રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(11:28 am IST)