Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

રાજકોટના એસીપી પશ્ચિમ પી. કે. દિયોરાના પિતાશ્રીનું અવસાનઃ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ લુણધરા નિવાસી ગો.વા. કાનજીભાઇ ધરમશીભાઇ દિયોરા (ઉ.વ.૮૦) તેઓ ગોૈરીબેન કાનજીભાઇ દિયોરાના પતિ તથા પ્રવિણભાઇ કાનજીભાઇ દિયોરા (મો. ૭૦૧૬૭ ૪૫૮૭૪), જયેશભાઇ કાનજીભાઇ દિયોરા (મો. ૯૪૨૭૪ ૩૨૯૦૫) તથા એસીપી પશ્ચિમ રાજકોટ શહેર પ્રમોદભાઇ કાનજીભાઇ દિયોરા (મો. ૯૯૨૫૦ ૨૦૧૨૮)ના પિતાજી તથા ચેતન પી. દિયોરા, દર્શન જે. દિયોરા, નિલ જે. દિયોરા અને રિધમ પી. દિયોરાના દાદાજી તા. ૩/૫/૨૧ના ગોલોકવાસ પામ્યા છે. ઠાકોરજી તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ માટે સ્વજનોએ પ્રાર્થના કરી હતી.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી લોૈકિક ક્રિયા બંધ રાખવામાં આવી છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું આજે તા. ૫ના રાખેલ છે.

(12:54 pm IST)
  • દક્ષિણના રાજ્યોમાં આજે પ્રિમોન્સુન વરસાદ પડવાની સંભાવના આજે કર્ણાટક, દક્ષિણ કોંકણ અને કેરળમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, બેંગલુરુ, મૈસુરૂ, મદુરાઈ અને સાલેમ નજીક પણ વરસાદ પડવાની સંભાવના જાણીતા વેધર વોચર કેન્નીએ તેમના ટ્વિટર હેન્ડલ પર દર્શાવી છે access_time 10:53 am IST

  • અભિનેતા અરવિંદ ત્રિવેદી વિશે ભારે અફવા ચાલી સુપ્રસિદ્ધ અદાકાર અને રાવણ તરીકે જગપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન થયાની ભારે અફવા સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. ઈ-સાઇબરપ્લાનેટ ડોટ કોમ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે અરવિંદભાઈ બિલકુલ સહી સલામત છે. access_time 9:59 am IST

  • આજે પોરબંદરમાં 37 મૃતદેહને ને અગ્નિદાહ આપવામાં આવ્યો જેમાં પાંચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે : પોરબંદરમાં સ્મશાન ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે access_time 10:38 pm IST