Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

આજીડેમ ચોકડી અને ગાંધીગ્રામમાંથી ઉઠાવગીરો બે ટુવ્હીલર હંકારી ગયા

રાજકોટ તા. ૫: વધુ બે સ્થળેથી ટુવ્હીલર ચોરાઇ ગયા છે. આજીડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્ક-૨૯ બ્લોક નં. એ-૧૩માં રહેતાં અરજણભાઇ નાનજીભાઇ બાંભણીયા (ઉ.૫૬)નું સુઝુકી એકસેસ જીજે૩કેડી-૦૫૬૫ રૂ. ૩૦ હજારનું કોઇ ડેમ ચોકડી નજીક ગુજરાત ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી ચોરી જતાં હેડકોન્સ. જીતુભાઇ ભમ્મરે ગુનો નોંધ્યો છે.

બીજા બનાવમાં જામનગરના ઠેબા ગામના મુકેશભાઇ છગનભાઇ મોરજરીયા (ઉ.૪૭)નું એકટીવા જીજે૩ડીસી-૪૨૭૯ રૂ. ૨૫ હજારનું કોઇ સત્યનારાયણ નગર-૧ લાખના બંગલા પાસેથી ચોરી જતાં ગાંધીગ્રામના પીએસઆઇ વી. સી. પરમારે તપાસ હાથ ધરી છે.

(12:17 pm IST)