Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

નવુ નજરાણું

રાજકોટ શહેરની ભાગોળે આવેલ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર રેસકોર્ષ-૨ની બાજુમાં આશરે ૪૫ એકર જગ્યામાં આવેલ તળાવને ઊંડુ કરવાની કામગીરીનો શુભારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો છે.રાજય સરકારશ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં જનભાગીદારીથી રાજયભરમાં તળાવો ઊંડા કરવા, સફાઇ, જળાશયોનું ડીસીલ્ટીંગ, નદીઓને પુનઃ જીવીત કરવા, જાળી જાખળા દૂર કરવા અને ચોમાસાનું પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તેવા શુભાશયથી રાજયના ૧ લી મે સ્થાપના દિનથી 'સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-ર૦૧૮'નો શુભારંભ કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ પણ રાંદરડા  લાલપરી, આજી નદી શુધ્ધિકરણની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અભિયાન અંર્તગત  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા રીંગ રોડ પર આવેલ રેસકોર્ષ ફેસ-ર પર હયાત તળાવને ઊંડા ઉતારવાની કામગીરીનો શુભારંભ રાજયના મુખ્યમંત્રીશ્રી ના હસ્તે કરવામાં આવ્યુ હતુે તે તળાવ તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર-સંદિપ બગથરીયા)

(11:20 am IST)