Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

વિદેશી દારૂના જથ્‍થા સાથે પકડાયેલ આરોપીની રીમાન્‍ડ રદઃ જામીન મંજુર

રાજકોટ તા. પઃ વિદેશી દારૂના જથ્‍થા સાથે પકડાયેલ આરોપીની રીમાન્‍ડ રદ કરી જામીન ઉપર છોડવાનો કોર્ટે હુકમ કરી જામીન ઉપર છોડવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે તા. ૩૧-૩-ર૦ર૧ના રોજ માલવીયાનગર પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. એમ. એસ. મહેશ્‍વરી સ્‍ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે સાથેના સમીરભાઇ શેખ વિગેરેને બાતમી મળેલ કે અમૃતા હોસ્‍પીટલ પાછળ, ગંગોત્રી ડેરીવાળી શેરી, રૈયા ચોકડી, રાજકોટ ખાતે આવેલ મકાનમાં આરોપી ભરતભાઇ રમેશભાઇ સિધ્‍ધપુરાના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્‍થો ઉતારેલ છે. જેથી ત્‍યાં રેડ કરતાં વિદેશી દારૂની અલગ અલગ એમ.એલ.ની બોટલો નંગ-૪૬ર તથા મોબાઇલ ફોન નંગ-૧ મળી રૂા. ૧,૦૭,૧પ૦/- નો મુદામાલ સાથે આરોપીની ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનથી પ્રોહીબીશન કલમ-૬પ(ઇ) ૧૧૬ (બી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરેલ હતી અને પોલીસે રીમાન્‍ડ અરજી કરેલ જે રદ થયેલ હતી.

ત્‍યારબાદ આરોપીએ જામીન અરજી મુકેલ જેના અનુસંધાને તેના એડવોકેટે દલીલ કરેલ કે હાલના ગુનામાં આરોપીને કોઇ સીધી રીતે સંડોવણી ન હોય તેઓ વેપારી માણસ હોય અને કેટરીંગનો વ્‍યવસાય કરતા હોય પરંતુ લોકડાઉનના કારણે ખરાબ પરિસ્‍થિતિ ઉભી થયેલ હોય અને કોઇ કામ ધંધો ચાલતો ન હોય જેના કારણે હાલની આ પરિસ્‍થિતિ ઉભી થયેલ છે તેમજ કોર્ટ જે જે શરતોને આધીન જામીન અરજી મંજુર કરશે તે તમામ શરતોનું ચુસ્‍તપણે પાલન કરવા બાંહેધરી આપેલ છે જેને ધ્‍યાને લઇ કોર્ટે આરોપી ભરત રમેશભાઇ સિધ્‍ધપુરાને રૂા. ૧પ,૦૦૦/-ના જામીન ઉપર મુકત કરવા શરતી હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી વતી રાજકોટના યુવા ધારાશાષાી અમીત એન. જનાણી અને ઇકબાલ થૈયમ રોકાયેલા હતા.

(4:31 pm IST)