Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

દાઉદી વ્હોરા સમાજના સેંકડો ભાઇ-બહેનોએ વેકસીનનો ડોઝ લીધો

રાજકોટઃ દાઉદી બોહરા સમાજ ઉમુર સેહત, અંજુમન-એ-હાતિમી રાજકોટ બીઇંગ યુનાઇટેડ દ્વારા રાજકોટ મહાનગરપાલીકાના સહયોગથી નવા નાકા રોડ ઉપર આવેલ નુર મસ્જીદ કોમ્પ્લેક્ષ ખાતે કોરોના વેકસીન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૪૫ વર્ષથી વધુ ઉમરના તમામ દાઉદી વ્હોરા સમાજના ૪૦૦થી વધુ ભાઇ-બહેનોને વેકસીન આપવામાં આવી હતી. આ પ્રસંગે મ્યું. કમિશ્નર ઉદીત અગ્રવાલ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મેયર પ્રદીપભાઇ ડવ, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ તેમજ મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. તેમ જોહરકાર્ડસવાળા યુસુફભાઇ અને હસનેનભાઇએ એક યાદીમાં જણાવ્યું હતુ.

(4:18 pm IST)