Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાજકોટમાં ખળભળાટ મચાવતી ઘટના : શૈતાન પણ શરમાઇ જાય તેવું સગા બાપનું કૃત્ય

પિતાએ એક જ રાતમાં ૧૫ વર્ષની દિકરીનો ત્રણ ત્રણ વખત દેહ પીંખ્યોઃ પછી હાથ જોડી કહ્યું-ભુલ થઇ ગઇ!

૪૨ વર્ષના રિક્ષાચાલકને નશો કરવાની આદતઃ પત્નિને મારકુટ કરી હોઇ તે ૨૦ દિવસથી રિસામણે જતી રહી છેઃ પુત્રી પણ માતા સાથે જ ગઇ હતીઃ સાતેક દિવસ પહેલા ત્યાંથી પિતા તેને ઘરકામ કરવા તેડી લાવ્યો ને શનિવારે રાતે દિકરી સાથે જ બદકામ કર્યુ : હેવાનીયતઃ શનિવારે સાંજે નાના દિકરા-દિકરીને ડારો દઇ સુવડાવી દીધાઃ પછી રાત્રે ૧૧ આસપાસ ૧૫ વર્ષની દિકરી પાસે સુઇ બાપે ખરાબ વાતો ચાલુ કરીઃ ગભરાયેલી દિકરી અડધો કલાક બાથરૂમમાં પુરાઇ રહીઃ દરવાજો ખખડાવી કહ્યું-માફી માગુ છું, હવે આવુ નહિ બોલુ...દયા ખાઇ દિકરીએ દરવાજો ખોલતાં જ બાવડુ જાલી ઢસડીને રૂમમાં લઇ ગયો ને બળજબરી આચરી . રાતે ૧ વાગ્યે ટીવીની વોલ્યુમ ફૂલ કરી ફરીથી દિકરી પાસે આવ્યો ને લાફો મારી મોઢે ડૂમો દઇ ફરીવાર દેહ પીંખ્યો . રાતભર ફફડતી રહેલી દિકરી ઉંઘવાનો ડહોળ કરી ચાદર ઓઢી જાગતી જ રહી, સવારે ૪:૩૦ ફરી એક વખત મોઢે ડૂમો દઇ બળાત્કાર ગૂજાર્યો : રાતે ત્રણ વાગ્યે હૈવાન બાપ જાગ્યોઃ નાના દિકરાને જગાડી જમવાનું માંગ્યું, જમ્યો પછી દિકરાને સુવડાવી પોતે પણ સુઇ ગયો...ફરી વહેલી સવારે વાસનાંધ બન્યોઃ દિકરી હાથ જોડી કાકલૂદી કરતી રહી, છોડી દેવા કહેતી રહી, પણ શૈતાન એકનો બે ન થયો :ત્રણ વખત બળાત્કાર ગુજાર્યા પછી નફફટે કહ્યું-હવે જે થવાનું :હતું એ થઇ ગયું, રડવાનું બંધ કર નહિતર માર પડશે : સવારે સાડા છ સાત વાગ્યે જાગીને દિકરી સામે હાથ જોડી કહ્યું-જે થયું તે મારી ભુલ છે, હવે પછી હાથ નહિ અડાડું, કોઇને કહીશ તો આપણા ઘરની આબરૂ જશે :સાંજે સાડા આઠે બાપ ઘરે આવ્યો અને ત્રણેય સંતાનને ભૂંડી ગાળો દઇ 'તમારી માએ મારી સામે ફરિયાદ કરી છે' કહી ઝઘડો શરૂ કર્યો...એ પછી રાતભર હવસખોરી આચરી! : દિકરીએ ચા બનાવી દીધી પછી તેણીને તે જ્યાં ઘરકામ કરે છે ત્યાં બાપ મુકી આવ્યોઃ ત્યાંથી દિકરીએ માતાને ફોન કરી વિતક વર્ણવી અને ૧૮૧ની મદદ લઇ બધા તાલુકા પોલીસ સ્ટેશને પહોંચતા ગુનો નોંધી હવસખોર બાપને પકડી લેવાયો ને મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપાયો : દિકરીએ હવસખોરીથી બચવા હવાતીયા માર્યાઃ બાપને ધક્કો દેતાં દિવાલમાં અથડાયો, ઉભો થઇ ફરી બાવડુ જાલ્યું: નાના ભાઇ બહેન દેકારો સાંભળી જાગ્યા તો તેને ધમકી દઇ સુવડાવી દીધા

દિકરીને હવસનો શિકાર બનાવનાર આ છે બાપ : (સગીરાની ઓળખ આવા કિસ્સામાં છતી નહિ કરવાનો કોર્ટનો આદેશ હોવાથી આ ચહેરો છુપાવવો પડ્યો છે)

રાજકોટ તા. ૫ : દૂષ્કર્મની વધુ એક ખળભળાટ મચાવતી ઘટના રાજકોટ શહેરમાં સામે આવી છે. જેમાં ૧૫ વર્ષની દિકરીને ખુદ સગા બાપે જ એક જ રાતમાં ધમકી દઇ મારકુટ કરી મોઢે મુંગો દઇ ત્રણ ત્રણ વખત હવસખોરીનો શિકાર બનાવી દેહ પીંખી નાંખતા પોલીસે આ ઘટનામાં તુરત કાર્યવાહી કરી શૈતાની કૃત્ય આચરનારા હવસખોર બાપને સકંજામાં લઇ લીધો છે.    રિક્ષાચાલક શખ્સે વીસેક દિવસ પહેલા પત્નિ સાથે માથાકુટ કરી હોઇ પત્નિ પંદર વર્ષની દિકરીને લઇ પોતાના માવતરે જતી રહી હતી અને મહિલા પોલીસમાં અરજી કરી હતી. એ પછી આ શખ્સ આજથી સાત દિવસ પહેલા દિકરીને ઘરના કામકાજ માટે પોતાની ઘરે તેડી લાવ્યો હતો. અહિ શનિવારે રાતે તેના મનમાં વાસનાનો વરૂ  ઘૂસ્યો હતો અને સગી દિકરીને પીંખી નાંખી હતી. શૈતાની કૃત્ય આચરનારા આ બાપ પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. 

થોડા દિવસ પહેલા મુંજકામાં રહેતાં બે સંતાનના પિતા એવા  કિશોર નામના મરાઠી શખ્સે સાડા આઠ વર્ષની બાળાને પટમાં લઇ જઇ મોઢે મુંગો દઇ દેહ પીંખી નાંખ્યો હતો. પોલીસે તેને દબોચી લઇ હવસખોરી ઉતારી નાંખી હતી અને જેલભેગો કર્યો હતો. આ ઘટના હજુ તાજી જ છે ત્યાં બીજી એક આવી ઘટના સામે આવી છે. જેમાં હવસખોર બીજો કોઇ નહિ પણ સગો બાપ છે!

હળાહળ કળીયુગની ઝાંખી કરાવતી આ ઘટનામાં તાલુકા પોલીસે આવાસ યોજના કવાર્ટર વિસ્તારમાં રહેતી સગીર વયની બાળાની ફરિયાદ પરથી તેણીના સગા બાપ સામે આઇપીસી ૩૭૬ (૩), ૩૭૬ (૨) (એન), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા પોકસો એકટની કલમ-૬ મુજબ ગુનો નોંધી તાકીદે હવસખોર બાપને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવી વધુ તપાસ માટે મહિલા પોલીસ મથકની ટીમને સોંપ્યો છે.

સગીરા સાથે આ ઘટના શનિવારની રાતે બની હતી. ભોગ બનનાર બાળાએ પોલીસ સમક્ષ જે કથની વર્ણવી એ તેણીના જ શબ્દોમાં જોઇએ તો...હું માતા-પિતા સાથે રહુ છું અને ભણેલી છું. મારે બીજી એક બહેન અને એક ભાઇ છે, હું મોટી છું. વીસ દિવસ પહેલા મારા માતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં મારા પિતા વિરૂધ્ધ અરજી કરી હતી. ત્યારથી મારા માતા તેના માતવરે જતા રહ્યા છે. હું પણ માતાની સાથે જ ગઇ હતી. પણ છેલ્લા સાતેક દિવસથી મારા પિતા મને તેના ઘરે ઘરકામ કરવા માટે તેડી લાવ્યા હોઇ હું ત્યાં રહુ છું.

ગયા શનિવારે તા. ૩ના સાંજે સાડા આઠેક વાગ્યે મારા પિતા ઘરે આવ્યા હતાં અને મને તથા ભાઇને ભૂંડી ગાળો દેવા માંડ્યા હતાં અને 'તમારી માએ મારા પર ફરિયાદ કરી છે' કહી ઝઘડો કરવા માંડેલ. એ પછી આશરે રાતે અગિયારેક વાગ્યે અમે ભાઇ બહેન ટીવી જોતા હતાં ત્યારે પિતાએ ટીવી બંધ કરી દઇ મારા નાના ભાઇ બહેનને સુવડાવી દીધા હતાં. ત્યારબાદ  તેણે મારી સાથે ખરાબ ખરાબ વાતો ચાલુ કરતાં મને અજુગતુ લાગતાં હું બાથરૂમમાં જતી રહી હતી અને અંદરથી દરવાજો લોક કરી દીધો હતો.

પંદરેક મિનીટ પછી મારા પિતાએ દરવાજો ખખડાવતાં મેં ખોલવાની ના પાડતાં તેણે કહેલ કે 'હું હવે તારી સાથે આવી વાતો નહિ કરું, મને માફ કરી દે' આ સાંભળી મને દયા આવતાં આશરે અડધી કલાક પછી મેં દરવાજો ખોલતાં જ મારા પપ્પાએ મારું બાવડુ જાલી બાથરૂમની બહાર ઢસડીને કાઢતાં મેં તેને ધક્કો મારતાં તેનું માથુ દિવાલમાં અથડાઇ ગયું હતું. પણ ફરીથી તેણે મારુ બાવડુ જાલતાં મેં રાડો પાડતાં મારા બંને નાના ભાઇ બહેન જાગી ગયા હતાં. તેને મારા પિતાએ ગાળો આપી માર મારવાની ધમકી દઇ ચાદર ઓઢીને સુઇ જવા કહેતાં એ બંને ગભરાઇને સુઇ ગયા હતાં.

ત્યારબાદ પિતા મને ઢસડીને રૂમમાં લઇ ગયેલ અને સેટી પર સુવડાવી દેતાં હું જોર જોરથી રડવા માંડતાં તેણે મારા મોઢે ડૂમો દઇ દીધો હતો. શરીરે હાથ ફેરવી બળજબરીથી મારા કપડા કાઢી નાંખી પોતાના કપડા પણ ઉતારી નાખી મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. એ પછી મારા કપડા આપી દેતાં હું પહેરીને મારા ભાઇ-બહેન પાસે બેઠક રૂમમાં જઇને ચાદર ઓઢીને ખોટે ખોટે સુઇ ગઇ હતી. હું રડતી હોઇ પપ્પાએ મને અવાજ કરવાની અને રડવાની ના પાડી તેમજ જો રડીશ તો માર મારીશ તેવી ધમકી આપી હતી.

એ પછી રાતના એકાદ વાગ્યે હું ચાદર મોઢે ઓઢીને જાગતી હતી. પિતાએ ઘરનું ટીવી ચાલુ કરી દીધુ હતું અને અવાજ પણ વધારી દીધો હતો. ત્યાં અચાનક પિતાએ મારી ચાદર ખેંચી લેતાં હું રાડારાડી કરવા માંડતાં અને રડવા માંડતા નાનો ભાઇ જાગી જતાં પિતાએ તેને ગાળ આપી માર મારવાની ધમકી આપતાં તે ચાદર ઓઢી સુઇ ગયો હતો. એ પછી પિતાએ મને લાફો મારી મોઢે ડૂમો દઇ બેઠક રૂમમાં જ સેટી પર સુવડાવી દીધી હતી અને ફરીથી મારા કપડા કાઢી મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો.

ત્યારબાદ મારા કપડા પાછા આપી કહેલું કે રડ્યા વગર ચુપચાપ સુઇ જજે નહિતર જીવતી નહિ છોડું. જેથી મેં કપડા પહેરી લીધા હતાં અને રડતી રડતી મારા ભાઇ બહેન પાસે જઇ ચાદર ઓઢી ખોટે ખોટે સુવાનો ઢોંગ કર્યો હતો. એ પછી પિતાએ ટીવી બંધ કરી દીધુ હતું અને એ પણ સુઇ ગયેલ. મને ખુબ ડર લાગતો હોઇ નિંદર ન આવતાં જાગતી હતી. રાતે ત્રણેક વાગ્યે મારા પિતાએ મારા ભાઇને જગાડેલ અને તેની પાસે જમવાનું માંગ્યું હતું. ત્યારબાદ મારા ભાઇને સુવડાવી દીધો હતો અને પોતે પણ જમીને બેઠક રૂમની સેટી પર સુઇ ગયેલ.

એ પછી હું નીચે મોઢે ચાદર ઓઢીને જાગતી હતી ત્યાં સવારના સાડા ચારે પિતા અચાનક હું સુતી હતી ત્યારં આવેલ અને મારા શરીરે હાથ ફેરવવા લાગતાં હું ફરીથી રવા લાગી હતી. મેં તેની પાસે માફી માંગતા અને મને છોડી દેવાનું કહેતાં તેણે ફરીથી મારા મોઢે ડૂમો દઇ કપડા ઉતારી ફરીવાર મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. એ પછી પિતા ત્યાં જ સેટી પર સુઇ ગયેલ. હું રડતી હતી ત્યારે પિતાએ મને તું રડવાનું બંધ કરી દે નહિતર તને જીવતી નહિ છોડુ અને જે થવાનું હતું તે થઇ ગયું, હવે રડવાનું બંધ કર નહિતર માર પડશે તેવી ધમકી આપી હતી.

આથી હું ફરીથી ખોટે ખોટે સુવાનો ઢોંગ કરી ચાદર ઓઢીને આખી રાત જાગતી રહી હતી. પિતા સુઇ ગયેલ. મને નિંદર આવતી નહોતી. એ પછી સવારે સાડા છ સાતેક વાગ્યે પિતાએ મને જગાડી હતી અને મારી સામે બે હાથ જોડી જણાવેલ કે- જે થઇ ગયું એ મારી ભુલ છે, હવે પછી કયારેય તને હું હાથ પણ નહિ અડાડું તું આ વાત કોઇને કહેતની નહિ, મને માફ કરી દે, તું કોઇને કહીશ તો આપણા ઘરની જ આબરૂ જશે તેમ કહ્યું હતું.

ત્યારબાદ હું અને મારા પિતા બંને રડવા માંડ્યા હતાં. મેં સવારના ચા બનાવની હતી અને એ પછી હું જ્યાં ઘરકામ કરવા જાઉ છું ત્યાં મારા પિતા મને તેની રિક્ષામાં બેસાડી મુકી ગયા હતાં. જેના ઘરે કામ કરુ છું એ બહેનના મોબાઇલ ફોનમાંથી મેં મારા મમ્મીને ફોન કર્યો હતો અને બધી વાત જણાવતાં તેણે મને પોતાની પાસે આવી જવાનું કહેતાં હું બહેન પાસેથી પૈસા લઇ રિક્ષા કરી મારા મામાના ઘરે ગઇ હતી. ત્યાં મારા મમ્મીએ ૧૮૧ હેલ્પલાઇનની મદદ લીધી હતી. એ પછી અમે તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને ફરિયાોદ નોંધાવી હતી.

પીઆઇ જે. વી. ધોળાએ તુરત જ ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી. એ પછી તેમની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, પીએસઆઇ વી. એન. મોરવાડીયા, એએસઆઇ આર. બી. જાડેજા અને ભરતભાઇ વનાણી, હેડકોન્સ. હરદેવસિંહ રાઠોડ , વિજયગીરી ગોસ્વામી, મોહસીનખાન મલેક, કોન્સ. અમીનભાઇ, હર્ષરાજસિંહ, પરીમલભાઇ , હરસુખલાલ સહિતે તાકીદે સમગ્ર વિગતો જાણી ગુનો દાખલ કરાવ્યો હતો અને વિશેષ તપાસ માટે ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં મોકલતાં પીએસઆઇ એ. જે. લાઠીયા, હિતેન્દ્રભાઇ ગઢવી, દિયાબેન સહિતે પીઆઇ એસ.આર. પટેલની રાહબરીમાં વિશેષ તપાસ હાથ ધરી છે. હવસખોર આરોપીને પોલીસે દબોચી લીધો છે. તેની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(3:32 pm IST)