Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

રૈયા રોડ અક્ષર એપાર્ટમેન્ટના પાર્કિગમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

જીતુ, ધીરૂ, સતિષ, પરસોતમ અને મહેન્દ્રની ધરપકડ

રાજકોટ તા ૫  :  રૈયા રોડ અક્ષર એપાર્ટમેન્ટના પાર્કિગમાં યુનિવર્સિટી પોલીસે બાતમી ના આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એ.એલ. આચાર્યના માર્ગદર્શના હેઠળ એ.એસ.આઇ. હરદેવસિંહ રાયજાદા તથા કોન્સ. પ્રદિપભાઇ કોટક સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે રૈયા રોડ અક્ષર એપાર્ટમેન્ટના પાર્કિગમાં જુગાર રમતા જીતુ હીરાભાઇ પ્રીન્ટર (ઉ.વ.૫૮),ધીરૂ જાદવભાઇ જેઠવા (ઉ.વ. ૫૫), સતિષ કેશવજીભાઇ સોમૈયા (ઉ.વ. ૬૦), પરસોતમ  ખોખરભાઇ મોરજીયા (ઉ.વ. ૬૫) અને મહેન્દ્ર રતીલાલ ધકાણ (ઉ.વ.૫૮) ને પકડી લઇરૂા ૧૧,૨૧૦/- ની રોકડ સહિતની મતા કબજેે કરી હતી.

જયારે એ ડીવીઝન પોલીસ મથકના કોન્સ. હાર્દીકસિંહ સહિતે જાગનાથ-૨૦માં દરોડો પાડી  વરલી ફીચરનો જુગાર રમાડતો રાજેશ કાન્તીલાલ ઉનડકટ (ઉ.વ.૪૮) ને પકડી લઇ રૂા ૬૦૦ નીરોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:58 pm IST)